મોરબીના જંગલેશ્વર સોસાયટી ભડીયાદ કાટા પાસે રહેતો અને મજૂરી કામ કરતો પ્રવીણ ડાયાભાઈ ભોયા તા.૩૧/૦૫/૨૦૨૪ ના રોજ સાંજે એસ્ટીલા કારખાનામાંથી પ્લાસ્ટિક ની પટ્ટી પેલેટ બાંધવા વધેલી હોય જે લઈને ભંગારના ડેલામાં વેચતા એસટીના સિરામિક કારખાનાના માસ્ટર પંકજભાઈ બે ત્રણ થપાટ મારી અજાણ્યા માણસોએ પ્લાસ્ટિકની પાઇપ વડે ભંગારના ડેલે વાસામાં તથા શરીરે બેફામ માર માર્યો હતો. અને પવનસુત લાઠીના સેડે અજાણ્યા માણસ, સંજયભાઈ રમેશભાઈ જાદવ તથા અનિલભાઈ પરસોતમભાઈ પરમાર મોરબી વાળાએ પાઇપ વડે શરીરે જેમ ફાવે તેમ માર મારી મુંઢ ઈજા પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ એસ્ટીલા સિરામિક કારખાનામાંથી પ્લાસ્ટિકની પટ્ટી પેલેટ બાંધવામાં વધતા ફરિયાદી પ્રવીણભાઈ ડાયાભાઈ ભોયા એ ભંગારમાં વેચી દેતા આરોપી એસ્ટીલા સીરામીક કારખાનાના માસ્ટર પંકજભાઈ પટેલે ઓફિસમાં બોલાવી બે-ત્રણ થપાટ મારી તેમજ અજાણ્યા માણસોએ ફરિયાદીને ભંગારના ડેલામાં લઈ જઈ પ્લાસ્ટિકના પાઇપ વડે વાસામાં તથા શરીરે માર મારી તેમજ પીપળી ગામ પાસે પવનસુત શેડમાં અજાણ્યા માણસો તથા સંજયભાઈ રમેશભાઈ જાદવ અને અનિલભાઈ પરસોતમભાઈ પરમાર શરીરે જેમ ફાવે તેમ માર મારી મોઢ ઇજા પહોંચાડી હતી. અજાણ્યા માણસોએ જાહેરમાં જાતિ પ્રત્યે હળધૂત કરી ગુનામાં એકબીજાને મદદગારી કરતા આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાયો છે. જેને લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.