મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનાં મિત્રને ઈસમ સાથે રૂપિયાની લેતી-દેતી બાબતે ઝગડો હાલતો હોય જેનું ખાર રાખી ચાર ઈસમોએ યુવકને રોકી તારા મિત્રને રૂપિયા આપી દેવા જણાવી દે તેમ કહી કુહાડીનો એક ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ત્રાજપર ગામ ઓરીયેન્ટલ બેંકવાળી શેરી ખાતે રહેતા ઉમેશભાઇ દીનેશભાઇ સનુરાનાં મિત્ર ધર્મેશભાઇ મેરને મહાદેવભાઇ કોળીસાથે રૂપિયાની લેતીદેતી બાબતે મનદુઃખ હોય જેનો ખાર રાખીને ઉમેશભાઇ કામ સબબ જતા હોય ત્યારે રસ્તામા મહાદેવભાઇ કોળી,, રમેશભાઇ, વિષ્ણુભાઇ તથા પલ્લાભાઇએ પોતાની જીજે-૧૩-એન-૩૪૪૪ નંબરની ફોરવીલ કારમા કુહાડી તથા લાકડી આવીને ઉમેશભાઈને તેના મિત્ર ધર્મેશને રૂપિયા આપી દેવા જણાવીને બેફામ ગાળો આપતા ઉમેશભાઈએ ગાળો દેવાની ના પાડતા આરોપીઓએ એકમદ ઉશ્કેરાઇને ઉમેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી કુહાડી વડે માર મારી ડાબા કાનની નીચે ટાંકા જેવી ઇજા પહોચાડતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.