મોરબીમાં અસામાજિક તત્વોનાં આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર આવેલ ઈસમોએ યુવકની બાઈક રોકાવી તારે જીવવુ હોય તો પૈસા આપી દે તેવી ધમકી આપી યુવક પાસેથી લૂંટ ચલાવી તેના પર છરી વડે હુમલો કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં મોરબી વિશીપરા રોહીદાસપરા ખાતે રહેતા કિશોરભાઇ મનુભાઇ ચાવડા નામના AC રીપેરીંગની કામગીરી કરતા યુવકની બાઈક આગળ અલ્તાફ ઉર્ફે અલ્ટી અબ્દુલભાઇ જેડા તથા અલ્યાસ ઉર્ફે ભીમો હુશેનભાઇ સુમરાએ કોઇ કારણ વગર પોતાનુ બાઇક ઉભુ રાખી બોલાચાલી કરી યુવકને જીવવુ હોય તો પૈસા આપવાની માંગણી કરતા યુવકે પોતાની પાસે પૈસા નહી હોવાની ના કહેતા યુવકને બાઇકમાથી નિચે ઉતારી પછાડી દઇ આરોપી અલ્તાફે પોતાના પેન્ટના નેફામાથી છરી કાઢી અને અલ્યાસે યુવકને પકડી રાખી યુવકના પેન્ટમાથી બળજબરી પુર્વક પાકીટ કાઢી લઇ યુવક પાકીટ પાછુ લેવા જતા તેને અંગુઠામા તેમજ ડાબા પગમા સાથળમા છરીનો ઘા મારી પાકીટમાથી બારથી તેર હજાર રોકડા રૂપીયા કાઢી લઇ પાકીટનો ઘા કરી ફરિયાદીના મોબાઇલ તથા એકસેસ મોટરસાઈકલમા નુકશાન કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.