મોરબીમાં પતિપત્ની વચ્ચે થયેલા ઝઘડા મા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકતા અભયમની ટીમે બને વચ્ચે સમાધાન કરાવી આઠ માસની બાળકીનું માતા સાથે સુખદ મિલન કરાવ્યુ હતું.
મોરબીની પરિણીતાને પતિએ ઘરમાંથી કાઢી મુકતા 30 વર્ષીય મહિલાએ અભ્યામ હેલ્પલાઈનમાં કોલ કરી મદદ માંગી હતી જેને લઈને 181 અભયમ ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ કોકિલાબેન, પાયલોટ મિતેષભાઈ સહિતની ટિમ દોડી ગઈ હતી. જ્યાં મહિલાનું કાઉન્સેલીંગ કરતા મહિલાએ જણાવ્યું હતું કે, તેના લગ્ન દોઢેક વર્ષ પહેલાં પંચાસર રોડ પર રહેતા 32 વર્ષીય રીક્ષા ચાલક યુવાન સાથે થયા હતા. જેના લગ્ન સંસારમાં તેને એક આઠ માસની દીકરી છે આ દરમિયાન ત્રણ દિવસ પહેલા પતિ પત્ની વચ્ચે માથાકૂટ થતા અભયમ ટીમે મહિલાના પતિ અને નણંદ પાસે દોડી જઇ કાઉન્સેલિંગ કરી સૌપ્રથમ 8 માસની બાળકી માતાને સોંપી દેવા જણાવ્યું હતું જેથી બાળકી માતાને સોંપી દેવામાં આવી હતી.અભયમની ટીમે કાઉન્સલિંગ કરી દંપતી વચ્ચે ઝઘડા નું સમાધાન કરાવ્યું હતું.