મોરબીમાં શકત શનાળા પટેલવાડીની સામે રહેતા ભરતભાઇ બાબુભાઇ ચૌહાણ ઉવ.૬૫ નામના વૃદ્ધ ઘણા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હોય જેથી આ બીમારીને લઈને કંટાળી જઈ ગઈકાલ તા.૨૭/૧૨ના રોજ પોતાના ઉપરોક્ત રહેણાંક મકાને ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનો સારવાર માટે ૧૦૮ મારફત મોરબી સિવિલ હોસ્પિટલે લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા, મૃત્યુના બનાવ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.