Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં પૌત્રને તોફાન ન કરવા બાબતે સમજાવવા ગયેલ વૃધ્ધને તેના જ દીકરાએ...

મોરબીમાં પૌત્રને તોફાન ન કરવા બાબતે સમજાવવા ગયેલ વૃધ્ધને તેના જ દીકરાએ આપી મારી નાખવાની ધમકી

મોરબીમાં કપાતર દીકરાએ તેના જ પિતાને મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. જેમાં વૃધ્ધ તેના પૌત્રને ઘરમા તોફાન ન કરવા બાબતે સમજાવા જતા ઈસમે ઉશ્કેરાઈ જઈ તેના પિતાને ગાળો ભાંડી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના અરૂણોદયનગર મોટી ટાંકી પાસે ઉમા ટાઉનશીપ રોડ ખાતે રહેતા રમેશચંદ્ર દેવશંકર ચાંઉ નામના વૃધ્ધએ તેમના પૌત્રને ઘરમા તોફાન ન કરવા બાબતે સમજાવા જતા ઉદયભાઇ રમેશચંદ્ર ચાંઉએ એકદમ ઉશ્કેરાય જઇ તેના પિતાને જ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેમજ સમગ્ર ફરિયાદના પગલે પોલીસે કપાતર દીકરાની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!