Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં હળવદના વૃદ્ધ લૂંટારું રીક્ષા ગેંગનો થયા શિકાર,ઉલ્ટીના બહાને ખિસ્સામાંથી ૨૦ હજાર...

મોરબીમાં હળવદના વૃદ્ધ લૂંટારું રીક્ષા ગેંગનો થયા શિકાર,ઉલ્ટીના બહાને ખિસ્સામાંથી ૨૦ હજાર સેરવી લીધા

મોરબીમાં ત્રણ દિવસ અગાઉ રીક્ષામાં બેસાડી અવાવરું જગ્યાએ લઈ જઈ છરીના ઘા મારી યુવકને રીક્ષા ચાલક દ્વારા લૂંટી લેવામાં આવ્યો હતો ત્યારે વધુ એક લૂંટારું રીક્ષા ગેંગ દ્વારા હળવદમાં રહેતા ૭૯ વર્ષીય વૃદ્ધને પોસ્ટ ઓફિસથી રીક્ષામાં બેસાડી જે રીક્ષામાં સાથે મુસાફરના સ્વાંગમાં પહેલેથી બેસેલ અજાણ્યા પુરુષ દ્વારા ઉલ્ટીનું બહાનું કરી વૃદ્ધના ખિસ્સામાંથી ૨૦ હજારની રકમ સેરવી લીધાની અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે લૂંટારું રીક્ષા ગેંગને ઝડપી પાડવા વિવિધ દિશામાં તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર હલવદની સરા ચોકડી નજીક વસંત પાર્કમાં રહેતા મહિપતરામ ભવાનીશંકર રાવલ ઉવ.૭૯ ગત તા.૨૯/૦૭ના રોજ મોરબીની પરાબજાર પોસ્ટ ઓફીસ ખાતેથી પૈસા ઉપાડી પોસ્ટ ઓફીસ બહાર રીક્ષા માટે ઉભા હોય ત્યારે એક સીએનજી રીક્ષા આવતા તેમાં વૃદ્ધ બેસી ગયા હતા ત્યારે પરાબજાર પોસ્ટ ઓફિસથી મણીમંદિર વચ્ચે રીક્ષામાં પહેલેથી મુસાફરને સ્વાંગમાં બેઠેલા અજાણ્યા પુરુષે ઉલ્ટીનું બહાનું કરી વૃદ્ધની નજર ચૂકવી લેંઘાના ખિસ્સામાં રહેલા ૨૦,૦૦૦/- સેરવી લીધા હતા. ત્યારે હાલ વૃદ્ધ દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા રીક્ષા ચાલક તથા રીક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા અજાણ્યા પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!