મોરબીમાં કબીર ટેકરી શેરી નં.૩ માં અને લાલપર ગામે આવેલ ઓરસનજોન એપાર્ટમેન્ટના ફ્લેટ/ઓરડી માલિકોએ પરપ્રાંતિય લોકોને મકાન ભાડે આપી આ બાબતે સંબંધિત પોલીસ મથકમાં જાણ ન કરી હોવાનું સામે આવ્યું હતું, મોરબી એ ડિવિઝન તથા તાલુકા પોલીસે મકાન-ફ્લેટ/ઓરડી-માલીક વિરુદ્ધ અધિક જીલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી અધિક જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું જે મુજબ સ્થાનિક લોકો અન્ય રાજયોમાંથી આવેલા વ્યકિતને શ્રમિક કે ચોકીદાર તરીકે કામ પર રાખે છે. તેમજ પોતાના મકાનમાં ભાડુઆત તરીકે આધાર પુરાવા લીધા વગર રાખતા હોય જેમા અમુક ગુન્હાહીત ઈતીહાસ તથા માનસિકતા ધરાવતા ઇસમો હોય તેવી સંભાવના રહેલી છે. તેમજ ઘણા કિસ્સાઓમા તેમના વતનમાં કે અન્ય શહેરમા ગંભીર ગુન્હાઓ આચરી રાજ્ય બહાર આશરો લેતા હોય છે. ત્યારે આવા શ્રમીકોના ટુંકા નામ સિવાય મકાન માલીક પાસે વિષેશ કોઈ માહીતી હોતી નથી. જેથી સલામતી અને શાંતી જાળવવાના હેતુસર શ્રમિકોના પુરા નામ સરનામા સહીતની જરૂરી વિગતો તથા તેમની માહીતી નજીકના પોલીસ સ્ટેશન ખાતે આપવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય
ત્યારે ઉપરોક્ત જાહેરનામા અનુસંધાને સીટી એ ડિવિઝન તથા તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન કબીર ટેકરી શેરી નં.૩ માં રમેશભાઈ જીવાભાઈ અગેચાણીયા ઉવ.૫૧ રહે.કબીર ટેકરી શેરી નં.૩ તેમજ લાલપર ગામ નજીક આવેલ ઓરસનજોન એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૬૦૧ના માલીક સુમીત્રાબેન ઉર્ફે લીલાબેન અજયભાઇ અડવાણી ઉવ-૩૮ રહે. લાલપર ઓરસનજોન ફ્લેટ નં.એ/૨૦૩ પોતાનો ફ્લેટ/ઓરડી બહારના રાજ્ય/જીલ્લાના નાગરીકોને ભાડે આપેલ હોય પરંતુ તે અંગેની માહીતી સબંધીત પોલીસ સ્ટેશનમા આપેલ ન હોય જેથી બંને આરોપીઓ વિરુદ્ધ અધિક કલેક્ટરના જાગેરનામાના ભંગની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.