મોરબી માં આવેલ વાઘપરામા રહેણાક મકાનમાં મોરબી સીટી પોલીસ દ્વારા દરોડો પડતા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બત્રીસ બોટલ કિંમત રૂપિયા ૧૨૦૦૦ સાથે વીકી મહેશ શાહ, અજાજ દાઉદ ચાનીયા, અવેસ અયૂબ કાસમની સહિત ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો છે જ્યારે અન્ય બનાવમાં માટેલ વિરપર રોડ પર ગૌશાળા પાસે થી વાંકાનેર તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ જે.બી ઝાલા સહિતના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન દશરથ ગોરધન સરવડીયા નામના શખ્સને બાર બોટલ વિદેશી દારૂ સાથે દબોચી લીધો હતો જ્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વાંકાનેરના વરડુસર ગામે રહેતો સુરેશ વશરામ કુંતીયા નામના શખ્સને સરતાનપર રોડ પર થી વિદેશી દારૂની એક બોટલ સાથે પકડી લઈ કાર્યવાહી હાથ ધરી છે.