Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં બોર્ડના પરિક્ષાર્થીઓ રવિવારે બપોર બાદ શાળા તેમજ બેઠક નંબરની ચકાસણી કરી...

મોરબીમાં બોર્ડના પરિક્ષાર્થીઓ રવિવારે બપોર બાદ શાળા તેમજ બેઠક નંબરની ચકાસણી કરી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બોર્ડની જાહેર પરીક્ષા ધોરણ – ૧૦, અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહના નિયમિત/રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારોની માર્ચ – ૨૦૨૨ મોરબી જિલ્લામાં આગામી તા.૨૮/૦૩/૨૦૨૨ થી તા.૧૨/૦૪/૨૦૨૨ દરમિયાન લેવાશે.

- Advertisement -
- Advertisement -

આ પરીક્ષામાં જે ઉમેદવારો ઉપસ્થિત રહેનાર છે તેઓને પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી પરીક્ષા ચાલુ થયાના આગળના દિવસે કરવાની રહેતી હોય છે. પરંતુ આ વખતે તા. ૨૭/૦૩/૨૦૨૨ રવિવારના રોજ વન સંરક્ષક પરીક્ષા (વર્ગ – ૩)નું આયોજન મોરબી જિલ્લાના કેન્દ્રો ખાતે કરવામાં આવેલ છે. જેથી ધોરણ – ૧૦, અને ધોરણ – ૧૨ પરીક્ષાર્થીઓએ પોતાના બેઠક નંબર તથા શાળાની ચકાસણી કરવા તા.૨૭/૦૩/૨૦૨૨ રવિવારના બપોરે ૦૪:૦૦ કલાક થી ૦૬:૦૦ કલાક સુધીમાં કરવાની રહેશે જેની તમામ સ્થળ સંચાલક/આચાર્ય /વિદ્યાર્થીઓ/વાલીઓએ ધ્યાને લેવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!