મોરબીની લીલાપર ચોકડી પાસે યુવકે તેની બહેનને હેરાન કરવા બાબતે બનેવી ઠપકો આપ્યો હતો. જેના ઉશ્કેરાઈ બનેવીએ સાળાને લાકડાનાં ધોકા વડે ઢોર માર મારતા ઈજાગ્રસ્ત યુવકને અર્ધ બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી આનુસાર, મોરબીનાં લીલાપર ચોકડી એન્ટી સ્ટુડીયોની સામે રહેતા વિનોદભાઈ શાંતીલાલ કડેવારએ ગત તા.૨૩/૦૬/૨૦૨૩ ના રાત્રીના સમયે પોતાના બનેવી કેશુભાઈ મનજીભાઈ ફુલતરીયા (રહે વાલાસર ગામ તા.વાંકાનેર જી. મોરબી)ને બહેન સાથે ઝગડો કરવા બાબતે ઠપકો આપતા બનેવી એકદમ ગુસ્સે થઇ જતા ફરિયાદીને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી ત્યા ખુલ્લા ધાબા ઉપર લાકડાનો ધોકો પડેલ હોય તે આરોપીએ હાથમાં લઇ ફરિયાદના જમણા પગની સાથળના ભાગે મારી દઇ ફેક્ચર જેવી ઇજા પહોચાડતા ફરિયાદી વિનોદભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.