Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો

મોરબીમાં ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો

મોરબીના નગર દરવાજા નજીક આવેલ ગામોટ શેરીમાં કોઈ અજાણ્યા નરાધમ શખ્સ દ્વારા ગૌવંશ(ખુટિયા) ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો ત્યારે હિન્દૂ યુવા વાહીનીના ગૌરક્ષકો દ્વારા ગૌવંશને પ્રાથમિક સારવાર આપી હાલ અજાણ્યા નરાધમ આરોપી સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનજીભાઈ રંજા ઉવ.૨૯એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા. ૧૬/૦૭ના રાત્રીના ૮ વાગ્યાની આસપાસ મોરબીના નગરદરવાજા નજીક સોનીબજારમાં આવેલ ગામોટ શેરીમાં કોઈ અજાણ્યા નરાધમ દ્વારા તીક્ષ્ણ ધારદાર હથિયારથી ગૌવંશને થાપાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે ગૌવંશને સ્થાનિકો દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી. હાલ આ ગંભીર બનાવ મામલે ગૌ પ્રેમીઓ દ્વારા નરાધમ હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!