મોરબી શહેરમાંથી દારૂ મળવાનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. મોરબી સિટી એ/બી ડિવિઝન પોલીસે ગઈકાલે ત્રણ અલગ-અલગ જગ્યાએથી દારૂ સાથે ઈસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે નાની વાવડી ગામ તરફ જતા રોડ પર આવેલ ગૌ શાળા પાસે રેઇડ કરી જાહેરમાં રવિભાઈ જીતેદ્રભાઈ પાલાએ ગેર કાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની સિગ્નેચર એજન્ડ વ્હીસ્કીની રૂ.1500/-ની કિંમતની એક બોટલ તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની સિગ્નેચર એજન્ડ વ્હીસ્કીની રૂ.750/-ઈ કિંમતની એક બોટલ એમ કુલ બે બોટલ રૂ.2250/-નો મુદામાલ પોતાના કબ્જામાં વેચાણ કરવા અર્થે રાખી નીકળતા મળી આવતા પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા દરોડામાં, મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે શહેરના કાલીકા પ્લોટ શેરી નં.2 જીલાણી એપાર્ટમેન્ટ બ્લોકનં.301 ની બહાર નગર દરવાજા પાસે રેઇડ કરી અફસાનાબેન ઇમરાનભાઇ શાહમદારે ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામા ભારતીય બનાવટના કિંગ ફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમના કુલ રૂ.3200/-ની કિંમતના 32બીયર ટીનનો મુદામાલ યુસુફભાઇ મહમદભાઇ રતનીયા પાસેથી મેળવી મુદ્દામાલ પોતાના કબ્જામાં રાખી મળી આવતાં તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કરી પોલીસે આરોપીની અટક માટેની કામગીરી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં, મોરબીના મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામેના ભાગે જાહેરમાં રોડ ઉપર મૂળ સુરેન્દ્રનગરના રાયસંગપરનો અને મોરબીના મહેન્દ્રનગર પીપરવાળી વિસ્તારમાં રહેતો અને મજૂરી કરતો 31 વર્ષિય વિજયભાઇ બાબુભાઇ ઝાલા ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્ટેગ સુપરીઅર વ્હિસ્કીની રૂ.800/-ની કિંમતની 2 બોટલ વેંચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા તેના વિરૂદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.