મોરબી જિલ્લામા ગ્રામ પંચાયતની ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો જોવા માળી રહ્યો છે ત્યારે આજે ચૂંટણીના ફોર્મ ભરવાના ચોથા દિવસે સરપંચના 175 ફોર્મ અને સભ્ય માટે 647ફોર્મ ભરાયા છે.
મોરબી જિલ્લાની ૩૦૩ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના ચોથા દિવસે ભરાયેલા ફોર્મની તાલુકા વાઈઝ વિગત મુજબ મોરબીમાં સરપંચના 56 અને સભ્યના 245 ફોર્મ ભરાયા છે જ્યારે ટંકારામા સરપંચ માટે 17 અને સભ્ય માટે 65 ફોર્મ ભરાયા છે. હળવદમાં સરપંચના 28 અને સભ્યના 86 ફોર્મ તથા વાંકાનેરમાં સરપંચના 59 અને સભ્યના 208 તથા માળીયામાં સરપંચના 15 અને સભ્યના 43 ફોર્મ ભરાયા છે. આમ કુલ આજે જિલ્લા ભરમાં સરપંચ માટે કુલ 175 ફોર્મ અને સભ્ય માટે 647 ફોર્મ ભરાયા હોવાનું જાહેર થવા પામ્યું છે.
જ્યારે પેટા ચૂંટણીની વાત કરીએ તો મોરબી, હળવદ સહિત વાંકાનેરની ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાવાની છે.પણ આ પેટા ચૂંટણી માટે એકપણ ફોર્મ ભરાયુ ન હોવાનું સામે આવ્યું છે.