મોરબીમાં જુગાર રમતા શખ્સોના પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે એક જ દિવસમાં ચાર સ્થળોએ મોરબી જિલ્લા પોલીસે રેઈડ કરી જુગાર રમતા ત્રણ મહિલાઓ સહીત ૨૪ પત્તાપ્રેમીઓને પકડી પાડવામાં આવ્યા હતા.
પ્રથમ બનાવમાં, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, રણછોડનગર સરદારજીના બંગલા પાછળ શેરીમાં અમુક મહિલાઓ જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરી ગીતાબેન રમેશભાઇ ધરજીયા (રહે.રણછોડનગર સાંઇબાબાના મંદિર પાસે), નંદીનીબેન જીતેન્દ્રભાઇ ત્રિવેદી (રહે.મોરબી રણછોડનગર સાંઇબાબાના મંદિર પાસે) તથા હંસાબેન માધુભાઇ ડાભી (રહે. મોરબી રણછોડનગર સાંઇબાબાના મંદિર પાસે) નામના મહિલાઓને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૧૦૨૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે બીજા બનાવમાં, મોરબી તાલુકા પોલીસની ટીમે લાલપર ગામ તાલુકા શાળાની બાજુમા એકતા સોસાયટીમા શેરીમાં રેઈડ કરી જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસાવતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા બાબુભાઇ પોપટભાઇ ગેડીયા (રહે લાલપર ગામ રાધે હોટલ પાછળ રમેશભાઇ પટેલના મકાનમાં ભાડે તા.જી.મોરબી મુળ રહે રાજપરા ગામ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર), રાહુલભાઇ ધીરજભાઇ લખતરીયા (રહે હાલ લાલપરગામ તાલુકા શાળાની બાજુમાં સરદાર સ્ટેડીયમની સામે તા..જી.મોરબી મુળ રહે સેખરડી ગામ તા.વાંકાનેર જી.મોરબી), રવિભાઇ ધીરજલાલ લખતરીયા (રહે હાલ લાલપરગામ તાલુકા શાળાની બાજુમાં સરદાર સ્ટેડીયમની સામે તા..જી.મોરબી મુળ રહે સેખરડી ગામ તા.વાંકાનેર જી.મોરબી), જીલભાઇ મફતલાલ પટેલ (રહે હાલ શોભેશ્ર્વર રોડ વાણીયા સો.સા. બ્લોક નંબર ૮૯ મોરબી-૨ મુળ રહે વીજાપુર ગામ તા.જી.મોરબી), માનસીંગભાઇ ગાંડુંભાઇ કાલરીયા (રહે મોટી મોરડી ગામ તા.ચોટીલા જી.સુરસન્દ્રનગર), અસરફભાઇ ઉર્ફે રઘુ લાલખાન ખાન (રહે હાલ સીરામીક સીટી પાછળ એમ ટાઇલ્સ કારખાનામાં તા.જી.મોરબી મુળ રહે લહાર ગામ જી.ભીંડ રાજ્ય મધ્યપ્રદેશ), રાહુલભાઇ બાબુલાલ ચૈાહાણ (રહે વરમોરા સીરામીક કારખાનાપાસે વીસ નાલા ઢુંવા તા.વાંકાનેર) તથા ગુરુમુખસિંગ ચિમનસિંગ સિંગ (રહે હાલ જુના ઢુંવા પતરાવાળી શેરી તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી રોકડા રૂ.૩૬,૪૫૦/-નો મુદ્દામાલ કેબેજ કરવામાં આવ્યો છે.
ત્રીજા દરોડામાં, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા વીઠ્ઠલપર ગામે હનુભાઇ બીજલભાઇ કોળી ની દુકાન સામે શેરીમાં રેઈડ કરવામાં આવી હતી. અને જાહેરમાં ગોળ કુંડાળું વળી ગંજીપતાના પાના તથા પૈસા વતિ તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા જયેશ ઉર્ફે જયરાજ જગાભાઇ દેત્રોજા (રહે.વીઠ્ઠલપર તા.વાંકાનેર જી.મોરબી), લાલજીભાઇ વાલજીભાઇ દેત્રોજા (રહે.વીઠ્ઠલપર તા.વાંકાનેર જી.મોરબી) તથા સોમાભાઇ મનજીભાઇ સારલા (રહે.વીઠ્ઠલપર તા.વાંકાનેર જી.મોરબી) નામના શખ્સોને પકડી પાડી રોકડા રૂપીયા-૧૦,૨૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જયારે ચોથા બનાવમાં, મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટિમને ખાનગીરાહે હકિકત મળેલ કે, મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરીમા જાહેરમાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાના તથા રૂપીયા થી તીનપતીનો હારજીતનો જુગાર રમતા હોય જેથી હકિકત આધારે રેઇડ કરતા કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદ વાળી શેરીમાથી જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા રીયાઝભાઇ હનીફભાઇ ચાનીયા (રહે.મોરબી કાલીકાપ્લોટ હુશેનીચોક), ફારૂકભાઇ હુશેનભાઇ ફલાણી (રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદપાસે), અબ્દુલા મહેબુબભાઇ આરબ (રહે.મોરબી કાલીકાપ્લોટ મસ્જીદપાછળ શેરીને), અસલમભાઇ અમીનભાઇ માજોઠી (રહે.મોરબી કાલીકાપ્લોટ મસ્જીદની બાજુમા), અજયભાઇ રમેશભાઇ ભટી (રહે.મોરબી કાલીકાપ્લોટ મસ્જીદની પાસે શરીનં.૪), બેનરજીબેન રીયાજભાઇ જુણાચ (રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરી), જસ્મીનબેન મોહીનભાઇ ચાનીયા (રહે.મોરબી કાલીકાપ્લોટ નર્મદાહોલ પાસે), દક્ષાબેન સંજયભાઇ બેલદાર (રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરી), ગુલશનબેન રફીકભાઇ શેખ (રહે.મોરબી કાલીકાપ્લોટ બાવાઅહેમદશાહ મસ્જીદવાળી શેરી) તથા ફરીદાબેન અબ્દુલભાઇ સુમરા (રહે.મોરબી કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ) નામના શખ્સોને રોકડ રૂ.૨૭,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગાર ધારા કલમ.૧૨ મુજબ ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.