મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદારયાદી ખાસ સંસદ સુધારણા કાર્યક્રમ 19 ઓક્ટોબરથી 28 નવેમ્બર 2024 સુધી નામ નોંધણી અને ફેરફાર સેવાઓ આપવામાં આવશે, તેમજ મતદાર યાદીમાં નામ સાથે આધાર નંબર લિંક કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે જે સવારે ૧૦:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી વિસ્તારના મતદાન મથક પર જઈને સુધારો વધારો કરી શકાશે…
રાજ્ય સરકાર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. ૨૯ ઓકટોબરથી ૨૮ નવેમ્બર ૨૦૨૪ સુધી યોજવામાં આવશે. જેમાં મતદાર તરીકે ન નોંધાયેલ હોય અને તા. ૦૧/૦૧/૨૦૨૫ સુધીમાં ૧૮ વર્ષ કે તેથી વધુ થતાં હોય તો મતદારયાદીમાં નામ નોધણી અચૂક કરાવવા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ મતદારો પોતાની મતદારયાદીમાં પોતાનું નામ, વિગત, ફોટો અચૂક તપાસી લે અને જરૂર જણાય તો ફેરફાર માટે અરજી કરી આપે. નામ નોધણી અથવા ફેરફાર માટેની સેવાઓ ઉપલબ્ધ હશે, મતદારયાદીમાં પોતાની નામ સાથે આધાર નંબર લિંક કરવાની સુવિધા આપવામાં આવશે જે સવારે ૦૯:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી વિસ્તારના મતદાન મથક પર સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ ઓનલાઇન સેવા માટે વોટર હેલ્પ લાઈન મોબાઇલ એપ www.voterportal.eci.gov.in. અને www.nvsp.in પર ઓનલાઇન સેવા માટે અને વધુ જાણકારી માટે ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પર જાણકારી મેળવી શકે છે. તેમજ તા. ૧૭ નવેમ્બર રવિવાર, ૨૩ નવેમ્બર શનિવાર અને ૨૪ નવેમ્બર રવિવારના દિવસે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. તેમ પણ જિલ્લા ચુંટણી અધિકારી મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે…..