Wednesday, May 15, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો ભારે પવનને પગલે લતિપર ચોકડીએ મહાકાય...

મોરબી જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો ભારે પવનને પગલે લતિપર ચોકડીએ મહાકાય હોર્ડિંગ બોર્ડ લટકી પડ્યું

ટંકારામાં હોટેલ માં ભારે નુકસાન થયું છે તેમજ અનેક મકાનો ના પતરા ઉડી ગયા છે ત્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે બીજી બાજુ લોકોના જીવ જોખમમાં મૂકી પોતાની પ્રસિદ્ધિ કરતા લોકો સામે કાર્યવાહી થશે કે પછી દુર્ધટના બનવાની રાહ જોવાશે?

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લામાં બપોર બાદ અચાનક વાતાવરણ પલટો આવ્યો હતો અને મોરબી ટંકારા અને તેમજ આમરણ ,માળીયા મી. હળવદમાં પવન ફૂંકાયો હતો અને ટંકારામાં હોટેલ માં ભારે નુક્સાન થયું છે અને સાથે જ મકાનોના પતરા ઉડી ગયા હતા ત્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં ટીમ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.

બપોર બાદ વાતાવરણ માં પલટો આવતાની સાથે જ મીની વાવાઝોડું ત્રાટક્યું હતું અને ટંકારામાં તો લતીપર ચોકડી ઓવર બ્રિજ પર લગાવેલ મહાકાય હોર્ડિંગ લટકી પડ્યું હતું આ બ્રિજ ની નીચે રાજકોટ ,મોરબી તેમજ જામનગર તરફ જતા મુસાફરો ઉભા રહેતા હોય છે ત્યારે જો આ બોર્ડ નીચે પડ્યું હોય અને કોઈ વ્યક્તિ ને ઈજા થાય અથવા જીવ જાય તો આ જવાબદારી કોણ લેશે? સમગ્ર મોરબી જિલ્લામાં આ રીતે આડેધડ હોર્ડિંગ લગાવવામાં આવેલા છે અને મોરબી નગરપાલિકા તેમજ અન્ય સતાધીશો આ મામલે કેમ મૌન છે? દુર્ધટના બન્યા પછી જાગવાની નેમ લીધી છે કે શું? તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે ત્યારે હવે ચોમાસુ આવી રહ્યું છે અને પવન ફૂંકાવા કે ભારે વરસાદ પડવા જેવું સ્થિતિ માં મહાકાય હોર્ડિંગ બોર્ડ પડવાના બનાવો છાશવારે પ્રકાશમાં આવતા હોય છે તો હવે ચોમાસા પહેલા આવા બોર્ડને ઉતારી લેવા અને આ પ્રકારે લોકોની સુરક્ષા ને જોખમમાં મૂકી ને પ્રસિદ્ધિ કરી પૈસા કમાતા લોકો પર કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!