Monday, April 29, 2024
HomeGujaratમોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ : વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા...

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ : વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરાઈ

મોરબીમાં આજ રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિકાસના કાર્યોને લઈ સભ્યોના પ્રશ્નોને લઈ હકારાત્મક વલણ દાખવી કામગીરી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં આગામી 22 અને 23 ના રોજ જે 15માં નાણાપંચને લઇ આયોજન કરવામાં આવનાર છે. જેમાં જે કામો સર્વોચ્ચ થયા તે કામો કઈ રીતે શરુ કરવા તે અંગે ચર્ચા કરવામાં આવેલ. તેમજ આંગણવાડીના બાળકો અંગેના પ્રશ્નનાના જવાબમાં ડીડીઓ જાડેજાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા 317 છે. જેને લઇ અમો દ્વારા 1 માસ પૂર્વે એક ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં મોરબીની 17 એમ્બ્યુલન્સો આ કુપોષિત બાળકો માટે ફાળવેલ જેની જવાબદારી પણ ડોક્ટરોને સોંપાયેલ છે. જેને લઈ અમો દ્વારા કુપોષિત બાળકો અંગેની એક ડિરેક્ટરી યોજાઈ છે. જેમાં કુપોષિત બાળકોના વાલીઓનો ફોલોઅપ પણ અમો દ્વારા લેવામાં આવે છે. જેફોલોઅપમાં અમોને કુલ 315 બાળકો મળી આવેલ જેમાંથી વેકેશનના કારણે 30 બાળકો બહાર ગામ હતા. એટલે જે 285 બાળકો મોરબીમાં હતા એમના ઘરે જઈ અમારા દ્વારા ચકાસણી કરવાં આવેલ હતી. અને જરૂરી દવા અને ખોરાકની અમો દ્વારા ગાઈડન્સ અપાઈ હતી. જેનો અમને થોડા સમયમાં જ ખુબ સારો પરિણામ મળ્યો છે. જે પૈકીના 70 બાળકો હવે સામાન્ય કેટેગરીમાં આવી ગયા છે. અને 73 બાળકો માધ્યમ કુપોષિતમાં આવી ગયા છે. જયારે જિલ્લા 129 બાળકો હજુ અતિ કુપોષિતની શ્રેણીમાં આવી છે. જે 129 બાળકોમાંથી 32 બાળકો એવા છે જેને CMTCમાં રીફર કરવામાં આવી શકે છે. જેમાં સરકારની એવી જોગવાઈ છે કે CMTCમાં જે બાળકોને રીફર કરવામાં આવે તેના વાળીને સરકાર 100 રૂપિયા ભાડું આપે છે. અને બાળકોને 14 દિવસ મેડિકલ ઓબઝર્વેશનમાં રાખે છે. પરંતુ એવું થતું કે, બાળકોના વાલીઓ 14 દિવસ માટે તૈયાર થતા ન હતા. જેથી તેઓને સમજાવતા મોટાભાગના વાલીઓ તૈયાર થઇ ગયા છે. જેને લઇ હવે અમે બાળકોને CMTCમાં સારવાર આપી છી. જેના અમોને હકારાત્મક પરિણામો પણ મળે છે. જયારે 3 બાળકો એવા છે. જેને વધુની સારવાર માટે DEIC રાજકોટ ખાતે દાખલ કરવા પડે એવું છે. જેની માટે પણ તેઓના વાલીઓ તૈયાર થયેલ છે. જયારે જે બાળકોના વળી આ માટે તૈયાર થતા નથી તેઓને ઘરે ક્યાં પ્રકારની દવા અને ખોરાક આપવામાં આવે તે માટેની અમારા દ્વારા માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેની અમે એક એક ગેજેટ ઓફિસરને એક એક બાળકની જવાબદારી સોંપેલ છે. અને તેનો આશાવર્કરો દ્વારા ફોલો અપ પણ લેવામાં આવે છે.

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જાડેજા દ્વારા વઘુંમા જણાવવામાં આવ્યું હતું કે, સિંચાઈને લઈ ભૂતકાળમાં જે બનાવો બન્યા હતા. આપણા 334 જે તળાવો છે. તેનું સમારકામ થઇ શકે તેવું ન હોય જે એક તપાસનો વિષય હોય જેથી ધારાસભ્ય દ્વારા પણ આ અંગે હકારાત્મક વલણ સરકાર તરફી આવેલ હોવાનું જણાવી ઉપરથી આવનાર સૂચન મુજબ કામગીરી કરવાનું જણાવેલ હતું. આંગણ વળી અંગે ડીડીઓ જાડેજાએ માહિતી આપતા જણાવેલ કે, આંગણવાડીમાં અમારા દ્વારા ડ્રાઈવ યોજાયેલ છે. મોટા ભાગની સીટી વિસ્તારની આંગણવાડી ભાડામાં હોય જેને લઈ કલેક્ટર સાથે પણ મારી ચર્ચા થઈ ગઈ છે. અને જે જમીનના પ્રશ્નો છે. તે કલેક્ટર દ્વારા જ ફાળવવામાં આવતી હોય જેથી અમો દ્વારા પહેલેથી જ આ અંગે એપ્લિકેશન આપવામાં આવેલ છે. અને તેમાં પણ જે જિલ્લા પંચાયત દ્વારા બનાવવામાં આવનાર હોય તે મનરેગાના સહયોગથી બનાવવાની હોય તેના ટેન્ડર પણ અપલોડ કરી દેવામાં આવ્યા છે. જે બાંધકામ શાખા બનાવશે. તેમજ જે ગ્રામપંચાયત બનાવવાની બાકી છે. તે અંગે પણ અમો દ્વારા ટાઈમ ટેબલ બનાવવામાં આવ્યું છે. જેના ખાતમુહૂર્ત અંગેની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લા વિકાસ અધિકારી જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણી કુલ 113 ગ્રામ પંચાયતો આવેલ છે. જેમાં ટોયલેટ બ્લોક નથી. જે અંગોનો અમો દ્વારા 1 મહિના પૂર્વે સર્વે કરાવેલ જેમાંથી 17 એવી છે. જેમાં સ્થાનિક ભંડોળના અભાવે ટોયલેટ બ્લોક બની શકે એવા નથી. જે અંગે આજ રોજની સામાન્ય સભામાં બહારી આપવામાં આવી છે. જયારે 17 ટોયલેટ બ્લોક જિલ્લા પંચાયત પોતાના સ્વ ભંડોળમાંથી બનાવશે. જયારે બાકીના જે 96 ટોયલેટ બ્લોક વધ્યા તે લોકલ સ્વ ભંડોળમાંથી તૈયાર કરવામાં આવશે. અમે આગામી બે મહિનામાં આ કામગીરી પુરી કરવાની આશા વ્યક્ત કરીએ છીએ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!