સર્વેમાં તારણ કરાયો; સર્વે અંગે કોઈને વાંધો હોય તો દિવસ – ૨ માં આધાર પુરાવા સાથે જાણ કરવી
ભારત સરકારના સુપ્રિમ કોર્ટના તા.૨૦ ઓક્ટો.૨૦૨૩ના ચુકાદા મુજબ મોરબી જીલ્લામાં “ધી પ્રોહિબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ રીહેબીલીટેશન એક્ટ-૨૦૨૧૩” મુજબ જીલ્લામાં હજુ પણ ક્યાંય હાથથી મેલુ ઉપાડવાનું કામ તથા અસ્વચ્છ શૌચાલય (Insanitary Latrines)ની સફાઈનું કામ થતું હોય તેને રોકવા માટે સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી અન્વયે મુજબ મોરબી જીલ્લાની તમામ નગરપાલિકા તથા તાલુકા પંચાયત દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સર્વેની કામગીરીમાં મોરબી જીલ્લામાં ક્યાંય પણ મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને અસ્વચ્છ શૌચાલય (Insanitary Latrines) જોવા મળ્યા નથી. આ સર્વે અંતર્ગત જો કોઈપણ વ્યક્તિને વાંધા હોય તો સંબંધિતોએ જીલ્લાની સંબંધિત નગરપાલિકા/તાલુકા પંચાયતમાં દિન-૦૨ માં જરૂરી આધાર – પુરાવા સહિત જાણ કરવાની રહેશે. સમય મર્યાદા બાદ આ બાબતનો કોઈ વાંધો માન્ય રહેશે નહીં. જેની નોંધ લેવા અધ્યક્ષ જીલ્લા સર્વે સમિતિ તથા જીલ્લા કલેક્ટરની યાદીમાં જણાવાયું છે