મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝનની ટીમે મારામારી દેશીદારૂ ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમોને હદપાર કર્યોછે.
મળતી માહિતી અનુસાર, મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા ઉચ્ચ અધિકારીઓની સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ દેશીદારૂ જેવા ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા રહેતા દાઉદ ઉર્ફે દાવલો મામદભાઇ પલેજા, કાલીકા પ્લોટ, ફરદીનભાઇ દાઉદભાઇ પલેજા, અરમાનભાઇ દાઉદભાઇ ઉર્ફે દાવલો પલેજા અને જાવીદભાઇ ઉર્ફે મીટર અલીભાઇ પલેજા વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્વારા હદપારીની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે સબ.ડિવિઝન મેજીસ્ટ્રેટ પ્રાંત કચેરીએ હદપારી મંજુર કરતા ચાર ઇસમોને છ માસ માટે મોરબી જીલ્લા, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ જીલ્લાઓમાથી હદપાર કરેલ હોય જેથી ચારેય ઇસમોને હદપારીની બજવણી કરી આ તમામ જીલ્લાઓ બહાર મોકલી આપવા તજવિજ હાથ ધરવામાં આવી છે.