Tuesday, November 26, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યુ:એક જ દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવ નોંધાયા

મોરબી જીલ્લામાં કાળચક્ર ફરી વળ્યુ:એક જ દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવ નોંધાયા

મોરબી જીલ્લાના વાંકાનેર, હળવદ, ટંકારા સહીત પાંચ અલગ અલગ સ્થળોએ અપમૃત્યુના બનાવમાં પાંચ વ્યક્તિના મોત નિપજતા સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી ગયી હતી. હાલ પોલીસે મૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસની કાર્યવાહી શરૂ કરી છે.

- Advertisement -
- Advertisement -

અપમૃત્યુના પ્રથમ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેર તાલુકાના ઢૂવા ગામે રહેતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે કાળુ ભીમજીભાઇ મકવાણા ઉવ.૩૮ એ ઢુવા અમૃત સીરામીક કારખાના પાછળ રેલ્વે ફાટક નં.૧૪ પાસે ટ્રેઈન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો સમગ્ર મામલે મકનસર સ્ટેશન માસ્ટર દ્વારા જાહેર કરાયું હતું. ત્યારે આપઘાત કરવાના કારણની મળતી પ્રાથમિક વિગત અનુસાર મૃતક ધર્મેન્દ્ર ઉર્ફે કાળુ કોઇ કામ ધંધો કરતા ન હોઇ અને આર્થિક સંકળામણના કારણે ઘરકંકાશ રહેતો હોઇ જે બાબતે કંટાળી જઇ રેલ્વેટ્રેક પર જઇ રેલ્વેટ્રેન આવતા તેમાં પડતુ મુકતા તેને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થતા તેનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોટ નીપજ્યું હતું.

જયારે અપમૃત્યના બીજા બનાવમાં ટંકારા તાલુકાના છત્તર ગામે આવેકે પુલીકર પ્લાસ્ટીકની કંપનીમાં કામ કરી ત્યાંજ રહેતા રાધીકાબેન ગુડુભાઇ રાજભર ઉવ-૩૦ ગત તા.૦૯/૦૪ ના રોજ રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે ઉપરોક્ત કમ્પનીમા હતા ત્યારે રસોઈ બનાવતી વખતે કોઈ કારણસર પહેરેલ કપડે આખા સરીરે દાજી જતા રાધિકાબેનને પ્રથમ સારવાર ટંકારા સરકારી હોસ્પિટલ બાદ મોરબી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને રાજકોટ રીફર કરાયા હતા. રાજકોટ સરકારી હોસ્પિટલના બન્શ વોર્ડમા દાખલ હતા જ્યાં ગંભીર રીતે દાઝી ગયેલ સંગીતાબેનનું ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં સંગીતાબેનનો લગ્નગાળો ૬ વર્ષનો તથા સંતાનમા ૧ દિકરી છે હાલ સંગીતાબેન તેમના સાસુ-સસરાથી અલગ રહે છે. ત્યારે બનાવ અંગે રાજકોટ હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી. હાલ ટંકારા પોલીસે સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં હળવદના રાણેકપર ગામે રહેતા ૬૨ વર્ષીય શનાભાઇ ગણેશભાઇ ઉડેચાએ પોતાના ઘરે કોઇપણ કારણોસર ગળેફાસો ખાઇ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે શનાભાઇની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કરી હળવદ પોલીસ મથકમાં બનાવ અંગે ટેલિફોનીક જાણ કરતા હળવદ પોલીસે હોસ્પિટલ પહોંચી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

જયારે ચોથા બનાવમાં મોરબી તાલુકાના તળાવિયા સનાળા ગામે કરશનભાઇ ભગવાનજીભાઈની વાડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના ખેતશ્રમિક પરિવારની ૩૦વર્ષીય દીકરી સંગીતાબેન વિખલાભાઇ બામણીયા ગત તા.૧૭/૦૪ના રોજ વાડીની ઓરડીએ હતી ત્યારે રાત્રીના દશેક વાગ્યાની આસપાસમા ઓરડીની ઉપર કોઈ કામ સબબ ગયી હતી તે દરમ્યાન કોઇ કારણોસર ઓરડી ઉપરથી નીચે પડી જતા બેભાન હાલતમા તેમના પિતા વિખવાભાઇ બામાણીયા મોરબી દરકારી હોસ્પિટલે લાવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કરતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી તપાસની તજવીજ હાથ ધરી છે.

પાંચમા બનાવમાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ મહર્ષિ ટેક્સટાઇલ્સની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની નરેન્દ્ર અતારસિંહ રાજપુત ઉવ.૨૬ એ તા.૧૭/૦૪/૨૦૨૪ ના રાત્રીના દશેક વાગ્યાથી તા.૧૮/૦૪/૨૦૨૪ ના રોજ સવારના આઠેક વાગ્યા પહેલા કોઇપણ સમયે મહર્ષિ ટેક્સ્ટાઇલ્સની રૂમમાં પોતાની જાતે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ મરણ જતા નરેન્દ્રની ડેડબોડી કારખાનાના માલિક સતીષભાઇ કરમશીભાઇ મોરડીયા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા તબીબી કામગીરી પૂર્ણ કરી મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે અકાળે મોતની નોંધ કરી આપઘાત કરવાના કારણો અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!