મોરબી જીલ્લામા દારૂ નું વેચાણ કરતા બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓ એ સુચના આપતા અને મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જે.બી.પટેલ (જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી )એ કુલ ૩ (ત્રણ ) ગુનેગારોના પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય જે ઇસમો ઘણા લાંબા સમયથી પ્રોહીબીશનને લગતી ગુનાહીત અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય આ ઇસમોની સત્વરે અટકાયત એલસીબી પી આઈ એમ.આર.ગોઢાણીયા ના માર્ગદર્શન હેઠળ એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી.મોરબીનાઓ સાથે એલ.સી.બી. મોરબીના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ઇશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરી ૩ ( ત્રણ ) ગુનેગારોને પાસા અધિનિયમ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ, જીલ્લા જેલ ભાવનગર, પોરબંદર એમ અલગ અલગ જેલ હવાલે મોકલી આપેલ છે. જેમાં બુટલેગર જયંતીભાઇ દેવસીભાઇ ચૌહાણ ( રહે.ચીરોડા (ઠા) તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર)રાજુભાઇ ઉર્ફે જં ગી મગનભાઇ સનુ ર( રહે. ત્રાજપર છેલ્લી શેરીમાં તા.જી.મોરબી)સવજીભાઇ ઉર્ફે સજો મેરૂભાઇ વરાણીયા(રહે. ત્રાજપર ચોરા વાળી શેરીમાં તા.જી.મોરબી) પાસામાં જેલ હવાલે કરવામાં આવ્યા છે.
આમ ઘણા લાંબા સમયથી મોરબી જીલ્લામાં ઉપરોકત ઇસમો ગે.કા.રીતે પ્રતિબંધીત દેશી દારૂના જથ્થાનુ વેચાણ કરી અસામાજીક પ્રવૃતી આચરતા હોય જેઓને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે મોકલી આપવામાં મોરબી એલ.સી.બી. પોલીસને સફળતા મળેલ છે.