Thursday, January 16, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં અપમૃત્યુ, અકસ્માતે મોતના વધુ ત્રણ બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં અપમૃત્યુ, અકસ્માતે મોતના વધુ ત્રણ બનાવ નોંધાયા

મોરબી જિલ્લામાં જુદા જુદા પોલીસ મથકોએ વધુ ત્રણ અપમૃત્યુ-અકસ્માતે મોતના કિસ્સા નોંધાયા છે જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ ઉમા રેસીડેન્સી પાસે બાઇક સ્લીપ થઈ જતા ચાલકનું મોત નીપજ્યું હતું.જેમાં દેવેન પંકજભાઇ નિમાવત (ઉ.વ.૨૨ રહે-હાલ હરીઓમ પાર્ક સોસાયટી ઘુટુ તા.મોરબી મુળ ટંકારા) પોતાની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી નં. જી.જે.૧૦.એ.એન.૦૦૮૮ લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી જેમાં જમીન પર પટકાતા દેવેનને ગંભીર ઇજા થઇ હતી જે ઇજા જીવલેણ નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

અપમૃત્યુના વધુ એક કેસની જાણવા મળતી વિગત અનુસાર હળવદના નવા ઇશનપુર ગામેં આવેલ રામજીભાઇ ભવાનભાઇ રાઠોડની વાડીએ રહેતા મનિષાબેન વિક્રમભાઇ નાયક (ઉ.વ.૨૧) નામની યુવતીએ કોઇ પણ અગમ્ય કારણસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેની જાણ થતાં સારવાર અર્થે તાત્કાલિક સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર કારગત ન નિવડતા
ગત તા.૩૦/૦૩/૨૦૨૨ ના રોજ તેનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.

વધુ એક અપમૃત્યુના કેસની વિગત મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ પરના વિરાટનગરના બસ સ્ટેશન પાસે આવેલ ઇનટાઇસ્સ સીરામીક ની મજુર ઓરડીમાં રહેતા મંજુબેન ચંદુભાઇ વસુનીયા (ઉ.વ.૧૭) ઓરડીમાં ગળે ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો જે અંગે જાણ થતાં તેના ભાઇ દિવાનભાઇ ચંદુભાઇએ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા તેણીનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું.જે અંગે મોરબી તાલુકા પોલીસે અપમૃત્યુની નોંધ કરી અંતીમ પગલુ ભરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!