મોરબી જિલ્લામાં અપમૃત્યુ-અકસ્માતે મોત અંગે વધુ ત્રણ બનાવો સામેં આવ્યા છે જેમાં ત્રણ વ્યક્તીઓના મોત નિપજ્યા હોવાનું જુદા જુદા પોલીસ દફતરે નોંધાયું છે.
અકસ્માતે મોત અંગેના કેસની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ ચોપડે નોંધાયેલ વિગત અનુસાર મોરબીના શાતીવેન સોસાયટીમાં જીલ ટોપ સામે રહેતા જયેશભાઈ મોહનલાલ ભટી નામના ૪૬ વર્ષીય યુવાન ગત તા. ૨૯ ના રોજ જુના ઘુટુ રોડ અર્કોડસીરામિક સામે રોડ પરથી પોતાનું બાઈક સી.ડી ડોન હોન્ડા જીજે-૦૩-બીએલ-૯૬૩૩ લઈ ઘર તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન રોડ પર કુતરૂ આડે ઉતરતા અચાનક બાઈક પરનો કાબૂ ગુમાવી દેતા બાઈક રોડ પર પટકાયું હતું.જેને પગલે જયેશભાઈ પણ રોડ પર પડી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી જે જીવલેણ નિવડતા બાઈક ચાલકનુ મોત નીપજ્યું હોવાનું જયસુખભાઈ મોહનલાલ ભટી (રહે- સમર્પણ હોસ્પીટલ પાછ્ળ ભક્તિનગર સોસાયટી)એ પોલીસમાં જાહેર કર્યું હતું.
અપમૃત્યુ અંગેના વધુ એક કેસની મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર મોરબીના મફતીયા પરા વિસ્તારમાં રહેતા ઉકાભાઇ સોમાભાઇ ટેવાડીયા નામના ૫૫ વર્ષીય આધેડ ગઈકાલે કોઈ પણ કારણસર મોત નીપજ્યું હતું જે અંગે જાણ થતા તેઓને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા ફરજ પરના તબીબે આધેડનું મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પોલીસે અપમૃત્યુના કેસની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ મોત અંગેના કેસની વિગત એવી છે કે મોરબી બાયપાસ રોડ પર આવેલ રવીરાજ ચોકડી પાસે આવેલ રાધે ભૈડિયા નવરચના સ્ટોન સામે આશરે ૪૫ વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. જે અંગે જાણ થતા ખેંગારભાઈ કાઠુભાઈ ઝાલા (ઉવ.૩૫ ધંધો-પ્રા.નોકરી નવરચના સ્ટોનમા રહે.પંચાસર ગામ) એ પોલીસને જાણ કરી હતી જેને લઈને પોલીસે તાત્કાલિક દોડી જઇ મૃતદેહનો કબજો સાંભળી મૃતકની ઓળખ અને વાલી વારસા અંગે શોધખોળ હાથ ધરી છે.