Saturday, November 23, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં બે લોકોએ ગળોફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી:એકનું પાણીમાં ડૂબી જતાં મોત...

મોરબી જિલ્લામાં બે લોકોએ ગળોફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી:એકનું પાણીમાં ડૂબી જતાં મોત નીપજયું

મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતનાં તેમજ એનકેન પ્રકારે થયેલ મોતનાં બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ વહીવટી તંત્ર ચિંતામાં મુકાયું છે. તેવામાં ગઈકાલે મોરબી શહેરની ધર્મનગર સોસાયટીમાં રહેતી યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કયું હતું. તેમજ મહેન્દ્રપરામાં રહેતા આધેડે પણ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જયારે વાંકાનેરની આસો નદીમાં ડૂબી જવાથી એક શખ્સનું મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી શહેરના ઈન્દિરાનગરમાં આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા પ્રિયાબેન પ્રવિણભાઈ મગનભાઈ નામની ૧૯ વર્ષીય યુવતીને તેના પરિવારજનોએ પ્રેમ સંબંધ બાબતે ઠપકો આપતા યુવતીને લાગી આવ્યું હતું અને તેણીએ પોતાના ઘરે ગત રોજ છતના હુકમા સાડી બાંધી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી. જેને લઈ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જયારે અન્ય બનાવમાં દીપકભાઇ મયુરભાઇ પોપટ નામના મહેન્દ્રપરા શેરી નં-૧ ના રહેવાસી, 55 વર્ષીય આધેડે ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર માધાપર અંબીકા રોડ પાર આવેલ ભાડાની દુકાનમા ગળે ફાસો ખાઇ લીધો હતો. જેને પગલે આસપાસના લોકોએ તેમને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાતા ફરજ પર હાજર ડો. એમ.પી.વડાવીયાએ આધેડને મૃત જાહેર કર્યો હતો.

બીજી બાજુ, મૂળ ઝારખંડના સોવનભાઇ લેબેયાભાઇ બીરુવા નામનાં વ્યક્તિ પ્રથમ વખત તેનાં વતનથી ગુજરાત આવેલ હોવાથી તેઓને સ્ટેશન બાબતે ખબર ન હોવાથી તેઓ ભૂલથી વાંકાનેરનાં બદલે સીંધાવદર રેલ્વે સ્ટેશને ઉતરી ગયા હતા. તેઓને વાંકાનેરમાં તેના સબંધી રાજીવભાઇ લેબેયાભાઇ બીરુવાના ઘરે જવાનું હતું પરંતુ તેઓ વાંકાનેરનાં બદલે સીંધાવદર રેલ્વે સ્ટેશને ઉતરી જતા તેઓ ભૂલ પડી ગયા હતા. અને કોઈ કારણોસર તેઓનો સીંધાવદરથી પાંચદ્રારકા રોડ તરફ જવાના રસ્તે પટેલ પોલ્ટ્રી ફાર્મની સામે આવેલ આસો નદીનાં કાંઠેથી નદીમાં ડૂબેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ વાંકાનેરનો ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહ બહાર કાઢ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!