રાજ્યમાં જાહેર વ્યવસ્થા અને જાહેર આરોગ્યની જાળવણીને અસર કરતા અસામાજિક તત્ત્વો વિરુધ્ધ નિવારક પગલાં લેવા માટે પોલીસ બેડાને આદેશ કર્યો હોય જે અંતર્ગત કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ દ્વારા ઇગ્લીશદારૂના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તથા ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના આપવામાં આવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા પકડાયેલ ઇસમ રૂષીરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (રહે. મોરબી વાવડીરોડ સોમૈયા સોસાયટી હાલ રહે મોરબી શકતશનાળા નીતીનનગર) વિરૂધ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ હોય જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટરએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા ઇસમની અટકાયત કરવામાં આવી હતી અને પોરબંદર જેલ હવાલે કરવામાં આવ્યો હતો.