મોરબીમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક ગેરેજ ધારકે બે શખ્સોને પોતાનું વાહન તેમના ગેરેજથી આઘું રાખવાનું કહેતા ઉશ્કેરાયેલ ઈસમોએ ગેરેજ ધારક પિતા-પુત્ર પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીની માળીયા ફાટક પાસે ભાગ્યોદય કારખાના પાસે રહેતા અને કાવેરી સીરામેક પાસે શ્રી હરી કોમ્પલેક્ષમાં ગેરેજ ધરાવતા ધનજીભાઇ ટાભાભાઇ પરમારના ગેરેજની આગળના ભાગે ટીનાભાઇ લુહાર તથા તેના દીકરા (રહે.મોરબી)એ વાહન રાખેલ હોય જે વાહન ધનજીભાઈના દીકરાએ આઘા લેવાનુ કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા લાકડી તથા પાઇપ જેવા હથીયાર લઇ આવી ધનજીભાઈ તથા તેના દિકરાને ગાળો બોલી ઝપાઝપી કરી ધનજીભાઈને જમણા પગમા ઢીચણ પાસે પાઇપથી ઇજા કરી તથા શરીરે મુંઢ ઇજા કરી તથા ફરિયાદીના દીકરા કિરીટભાઇને માથામા મુંઢ ઇજા તથા શરીરે મુંઢ ઇજા કરી જાતી પત્યે અપમાનીત કરી જાતી પ્રત્યે હળધુત કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.