Sunday, January 12, 2025
HomeGujaratમોરબીમાં નજીવી બાબતે વૃદ્ધાના ઘરમાં ઘૂસી પાંચ ઈસમોએ તોડફોડ કરી જીવલેણ હુમલો...

મોરબીમાં નજીવી બાબતે વૃદ્ધાના ઘરમાં ઘૂસી પાંચ ઈસમોએ તોડફોડ કરી જીવલેણ હુમલો કર્યો

મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે વધુ એક અસામાજિક તત્વોના આતંકની ઘટના મોરબીના વજેપર વિસ્તારમાંથી સામે આવી છે. જેમાં પૌત્રને મારવા આવેલ પાંચ ઈસમોએ દાદી પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધાને માથાના ભાગે લોખંડના પાઇપના ઘા મારી તેમજ છરા વડે તેમના પર હુમલો કરતા ટચલી આંગળી કાપી નાખતા વૃદ્ધા ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની વિગતવાર માહિતી અનુસાર, મોરબીના વજેપર શેરી નં-૨૩માં રહેતાકાળિબેન વેલજીભાઇ ચૌહાણ(આશરે ઉ.વ ૬૫)પોતાના ઘરે હતા. ત્યારે તેમના પૌત્રને કરસન કોળી નામના શખ્સે ફડાકા મારેલ જેથી વૃદ્ધાએ કરશનભાઇ લખમણભાઇ કોળી, ગીરીશ નારણભાઇ સથવારા(રહે.બન્ને શેરી નં.૧૫ વજેપર) દશરથ કોળી(રહે.ત્રાજપર મોરબી) તથા અન્ય બે અજાણ્યા શખ્સોને ઠપકો આપતાં ઉપરોક્ત પાંચ ઈસમોએ ઉશ્કેરાઈ જઈ ધોકા પાઇપ અને તલવાર જેવા હથીયાર સાથે ઘરે આવી ઘર પાસે વૃદ્ધા સાથે ઝગડો કરી ઘરમાં અને મોટર સાઇકલમાં તોડફોડ કરી હતી વૃદ્ધા પર જીવલેણ હુમલો કર્યો હતો જેમાં વૃદ્ધાના જમણા હાથની ટચલી આંગળી કપાઈ ગઇ હતી અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને પ્રથમ મોરબી બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર બનાવ મામલે વૃદ્ધાના ભત્રીજા ચંદુભાઈ થરેશા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન માં ફરિયાદ નોંધાવાઈ છે અને પોલીસે પાંચ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!