મોરબીના લાયન્સનગર છૂટા રખડતા ઘોડાથી વિસ્તારવાશીઓ પરેશાની ભોગવતા હતા આથી ભરવાડ યુવાને ઘોડો બાંધી દેવાની સલાહ આપતા ચાર શખ્સોએ બેફામ વાણી વિલાસ આચરી મારી નાખવાની ધમકી આપી હતી.
શહેરના શનાળા બાયપાસ પર આવેલ લાયન્સનગર શેરી નં-૧માં નવઘણભાઇ મોહનભાઇ ભરવાડનો ઘોડો શેરીમા છુટો રખડતો હતો જેથી શેરીમા ચાલતા જતા લોકો હેરાન થતા હતા આ બાબતે દિનેશભાઇ મંગાભાઇ શિયાળે મનોજભાઇને ઘોડો લઇ જવાનુ કહેતા આરોપી નવઘણભાઇ મોહનભાઇ ભરવાડ, પોપટભાઇ ઉર્ફે પી.કે. કેશવભાઇ મેર, વિપુલભાઇ ધારાભાઇ રબારી, ભરતભાઇ ભીમશીભાઇ આંબલીયાને સારુ ન લાગતા તમામ આરોપીઓએ રહેણાક મકાન પાસે શેરીમા આવી દિનેશભાઇ તથા સાહેદોને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેને પગલે દિનેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.