મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરામાં રહેતા યુવક અને તેના કુટુંબી ભાઈઓ ઉપર અગાઉની અદાવતનું મનદુઃખ રાખી ચાર શખ્સો દ્વારા તલવાર, ધોકા, ધારીયા જેવા હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મોટર સાયકલમાં નુકસાની કર્યાની અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મુ માળીયા(મી)ના વતની હાલ મોરબી-૨ શોભેશ્વર રોડ ઇરોસ કારખાનાની સામે રહેતા અલ્તાફભાઈ અબ્દુલભાઈ મોવર ઉવ.૨૦ એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ચેતુભાઈ મુકેશભાઈ કોળી રહે શોભેશ્રવર રોડ મફતીયાપરા મોરબી, સદીયો ઉર્ફે ગધો મુકેશભાઈ કોળી રહે શોભેશ્રવર રોડ મફતીયાપરા મોરબી, સુરેશભાઈ કોળી તથા સુનીલભાઈ કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી અલ્તાફભાઇના ભાઈ આરીફને આરોપી ચેતુભાઇ દોઢ મહિના પહેલા ઝઘડો થયો હોય જે બાબતનું મનદુઃખ રાખી ગત તા. ૭/૦૬ ના રોજ આરોપી ચેતુભાઈ તથા સદીયો ઉર્ફે ગધો તથા સુરેશભાઈ તથા સુનીલભાઈ તલવાર તથા ધારીયુ તથા લાકડા ના ધોકા જેવા હથીયારો લઈ આવી ફરીયાદી અલ્તાફભાઈ તથા તેના ભાઈ તેમજ કુટુંબી ભાઈઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ફરીયાદી તથા સાહેદના મોટર સાયકલમા નુકશાની કરી ગુનામાં એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કર તમામ આરોપીઓની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.