મોરબીમાં એક શહેરથી કે ગામથી અન્ય શહેર કે ગામમાં પરીક્ષા દેવા જતા ધોરણ ૧૦/૧૨ના વિદ્યાર્થીઓને રસીદ જોઈને વિના મૂલ્યે મુસાફરી કરવા દેવા મોરબી નગરપાલિકાને ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
રમેશ રબારી દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લામાં હાલ S.S.C અને H.S.C ની પરીક્ષા ચાલી રહેલ છે. ત્યારે મોરબી જિલ્લામાં મોરબી નગરપાલિકા દ્વારા ચાલતી સિટી બસમાં પરીક્ષા દેવા જતા અને આવતા વિધાર્થીને વિના મૂલ્યે મુસાફરી કરવા માટે ગુજરાત પ્રદેશ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ મોરબી નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી કે, હાલની મોઘવારીના સમયમાં નાના માણસોની હાલત કફોડી થય ગયેલ છે. ત્યારે મોરબી જિલ્લામાંથી તેમજ શહેરના આજુબાજુના વિસ્તારમાંથી ધોરણ ૧૦/૧૨ ની પરીક્ષા આપવા આવતા વિધાર્થીઓને પરીક્ષાની રસીદ જોયને નગરપાલિકાની બસમાં વિના મૂલ્યે મુસાફરી કરાવવામાં આવે તેવી માંગણી રમેશભાઈ રબારીએ ઇન્ચાર્જ ચીફ ઓફિસર પાસે કરેલ છે.