Thursday, November 7, 2024
HomeGujaratમોરબીમાં ગત મોડી રાત્રે જૂની અદાવતમાં યુવકનું અપહરણ બાદ હત્યા:પોલીસ તપાસ શરૂ

મોરબીમાં ગત મોડી રાત્રે જૂની અદાવતમાં યુવકનું અપહરણ બાદ હત્યા:પોલીસ તપાસ શરૂ

મોરબીમાં જૂની અદાવતનું મનદુઃખ રાખી સાતથી આઠ શખ્સો દ્વારા ગત મોડીરાત્રે સામાકાંઠા વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી પથ્થર અને લાકડી વડે બેફામ મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા યુવકને સારવાર મળે તે પહેલાં તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે હત્યાના આ બનાવમાં મોરબી પોલીસ દ્વારા તપાસની તજવીજ હાથ ધરી છે, હાલ યુવકનો મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના ઈન્દિરાનગરમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા રવિ પરસોત્તમભાઈ માનેવાડીયા ઉવ.૨૩ નામના યુવાનનું મોડીરાત્રીના ત્રાજપર ખારી તરીકે ઓળખાતા વિસ્તારમાંથી સાતથી આઠ શખ્સો અપહરણ કરી લઈ ગયા બાદ બેલા ગામ નજીક પુલ પાસે પથ્થર અને લાકડી વડે બેફામ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે બનાવની જાણ રવિભાઈના ભાઈને થતા તુરંત પોતાના ભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા હોય તે દરમિયાન રસ્તામાં જ રવિભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બાદમાં મોડીરાત્રે મૃતદેહને મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ મોરબી પોલીસે બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે હત્યાના બનાવ અંગે પોલીસની તપાસમાં જૂની અદાવતનો ખાર રાખી હત્યા નિપજાવ્યા હોવાનું મૃતકના પરિવારજનો દ્વારા પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!