વારસાઈ ખેતી જમીનનો પાંચમા ભાગનો સોદાખત કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવક સાથે ખેલ ખેલાયો
મોરબીમાં સીરામીક રો મટીરીયલ ના ધંધાર્થી યુવકે ધંધામાં જરૂરિયાત માટે લેધેલા ૧૦% વ્યાજે માત્ર ૨ લાખના પૂર્વયોજિત કાવતરું રચી ૨૨ લાખ પડાવી લેનાર ત્રણ વ્યાજખોર સામે અત્રેના પોલીસ મથકમાં ભોગ બનનાર યુવક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં યુવકને મોતનો ભય બતાવી બળજબરીપૂર્વક વારસાઈ ખેતીની જમીનના પાંચમા ભાગનું સોદાખત કરાવી મસમોટી વધારાની રકમ પડાવી લીધા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ મૂળ માણેકવાડા ગામના વતની હાલ મોરબીના આલાપ રોડ અંજની પાર્કમાં રહેતા રવિરાજ જગદીશભાઈ દેત્રોજા ઉવ.૨૨એ આરોપી તરીકે (૧)ભાવેશભાઇ હરીભાઇ દેવાયતકા રહે.નાની વાવડી
(ર)જયદિપભાઇ બાબુભાઇ બસીયા રહે.રાજકોટ જકાતનાકા (૩)રાજેશભાઇ લાખાભાઇ સોઢીયા રહે.કુંતાશી તા.જી.મોરબીવાળા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું કે ફરીયાદી રાવીરાજભાઈએ તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૪ એ આરોપી ભાવેશભાઈના કહેવાથી આરોપી રાજકોટના જયદીપભાઈ પાસેથી કુલ રૂપિયા ૨ લાખ લીધેલ હોય જેનુ અલગ અલગ તારીખ ફરિયાદી પાસેથી રૂપીયા-૧૩,૦૦,૦૦૦/- વ્યાજ વસુલ કરેલ આ ઉપરાંત ઉંચુ વ્યાજ તથા મુળ રકમ સહીત કુલ રૂપીયા-૨૨,૦૦,૦૦૦/-ચુકતે કરી દીધેલ હોવા છતા ત્રણેય આરોપીઓએ ફરીયાદી રાવીરાજભાઈ પાસે મુડી વ્યાજ સહીત રૂપીયા-૨૨ લાખ બળજબરીથી કઢાવી લેવા મોતનો ભય બતાવી ફરીયાદીની માણેકવાડા ગામની સીમમાં આવેલ જમીનનુ લખાણ કરાવી સોદાખત કરાવી લઇ તેમજ બે કોરા ચેક લઇ રૂપીયા કઢાવવા પઠાણી ઉઘરાણી કરી રવીરાજભાઈ અને તેમના પિતાજીને અવાર નવાર ફોન કરી મારી નાખવાની ધમકી આપી વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.