Thursday, May 8, 2025
HomeGujaratમોરબીમાં વ્યાજખોરોએ ૮ લાખ આપી કરોડોની જમીનનો સોદાખત કરાવી લીધો.

મોરબીમાં વ્યાજખોરોએ ૮ લાખ આપી કરોડોની જમીનનો સોદાખત કરાવી લીધો.

૮ લાખનું વ્યાજ અને પેનલ્ટી ૧ કરોડ ૩૫ લાખ, પોલીસમાં અરજી કરતા ૧૦ લાખમાં પતાવટ, પરંતુ જમીન હડફ કરવાની મેલી મુરાદ.

- Advertisement -
- Advertisement -

મોરબી સહિત રાજ્યમાં વ્યાજખોરો દ્વારા યેનકેન પ્રકારે લોકોની ઉભી થયેલ આર્થિક જરૂરિયાતની મજબૂરીનો ફાયદો ઉઠાવી ઉંચા વ્યાજે રૂપિયા આપી બાદ ચમડાતોડ વ્યાજની વસુલાત કરવા કોરા ચેક, જમીન, દુકાન પડાવી લેવાના અનિકો કિસ્સા સામે આવતા હોય છે, ત્યારે મોરબીમાં પણ આવા જ એક કિસ્સામાં વ્યાજખોરો દ્વારા વેપારી પ્રૌઢને વ્યાજે રૂપિયા ૮ લાખ આપી તેનું વ્યાજ અને પેનલ્ટી રૂપે ૧ કરોડ ૩૫ લાખ આપવાનું કહી કરોડો રૂપિયાની જમીનનો ધાક ધમકી અને બળજબરીપૂર્વક સોદાખત કરાવી લીધો છે, જે બાદ પોલીસમાં અરજી કર્યાનું જણાઈ આવતા, રૂપિયા ૧૦ લાખમાં પતાવટ કર્યા છતાં, કરોડોની જમીન હડફ કરી લેવાની વ્યાજખોરોની મેલી મુરાદને લઈ વેપારી દ્વારા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ નાણાં ધીરધાર અધિનિયમ તેમજ બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ બોનીપાર્કમાં સપનાસૃષ્ટિ એપાર્ટમેન્ટમાં બ્લોક નં.૪૦૨ માં રહેતા સંજયભાઈ ધરમશીભાઈ અઘારા ઉવ.૫૨ એ આરોપી રમેશભાઈ દેવભાઈ બોરીચા રહે. મોરબી રવાપર ગામ તથા આરોપી મોહિતભાઈ રામભાઈ આગરીયા રહે.રાજકોટ શહેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી સંજયભાઈ જે રવાપર ગામના વતની હોય અને આરોપી રમેશભાઈને ઓળખતા હોય જેથી આરોપી રમેશભાઈએ ફરીયાદીની મજબુરીનો લાભ લઇ આરોપી મોહિતભાઈ રહે રાજકોટવાળા સાથે મીલાપીપણુ કરી આરોપી મોહિતભાઈની ઓફીસ ખાતે સંજયભાઈને મોરબીથી લઇ જઇ પ્રથમ ૫ લાખ રોકડા અપાવી તથા બીજી વખત લઇ જઇ ૩ લાખ અપાવી કુલ ૮ લાખનો હિસાબ કરવાના બહાને સંજયભાઈને મોરબી ખાતેથી આરોપી રણેશભાઈ પોતાની કારમાં બેસાડી સંજયભાઈને મોતના ભયમાં મુકી બળજબરીથી અપહરણ કરી રાજકોટ ખાતે આરોપી મોહિતભાઈની ઓફીસે લઇ જઈ સંજયભાઈની સયુંકત માલીકીની રવાપર ગામના સર્વે નંબર ૧૮ પૈકી ૩ વાળી જમીનમાં નિકળતો ફરીયાદીનો હિસ્સો બળજબરીથી કઢાવી લેવા માટે સોદાખત(નોટરી) લખાણ કરાવી બળજબરીપૂર્વક સંજયભાઈની સહી લઇ ખોટો દિવાની દાવો દાખલ કરાવી ફરીયાદીને ડરાવી ધમકાવી તેના નીકળતા રૂપિયા કુલ ૮ લાખનું વ્યાજનું વ્યાજ ચડાવી તેમજ પેનલ્ટી ચડાવી ૧ કરોડ ૩૫ લાખ જેવી મોટી રકમની પઠાણી ઉઘરાણી કરી તેની અવેજમાં રૂપિયા ૧૦ લાખ લઇ હજુ સદરહું જમીન પચાવી પાડવા માટે એકબીજાએ સમાન ઇરાદો પાર પાડવા મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે, હાલ પોલીસે બન્ને વ્યાજખોર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!