Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં યુવક પાસેથી વ્યાજખોરોએ પઠાણી ઉઘરણી કરતા છરીના બે ઘા ઝીંક્યા:બે વિરૂદ્ધ...

મોરબીમાં યુવક પાસેથી વ્યાજખોરોએ પઠાણી ઉઘરણી કરતા છરીના બે ઘા ઝીંક્યા:બે વિરૂદ્ધ ગુનો નોંધાયો

મોરબી જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર યોજીને અનેક વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જ્યારે પોલીસના કડક વલણ થી અમુક વ્યાજખોરોએ તો આ ધંધા માંથી સ્વૈચ્છિક નિવૃત્તિ પણ લઈ લીધી હતી.ત્યારે હજુ પણ અમુક તત્વો બેફામ બનીને વ્યાજંક વાદ આચરી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં ફરીયાદી મોરબીના યુવક નીલ ભરતભાઈ વસાણી એ આરોપી જયરાજ ઉર્ફે જીગો ગોગરા ના કહેવાથી આરોપી વરુણ ઉર્ફે ટીનો બોરીચા પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.જેનું સમયસર વ્યાજ પણ ચૂકવતો હતો છતાં બન્ને આરોપીઓએ મળી વધુ પૈસા પડાવવા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી અને ફરીયાદી યુવક પાસેથી બે કોરા ચેક પણ મેળવી લીધા હતા.ત્યારે ગત પરમ દિવસે ફરીયાદી યુવક રવાપર રેસીડેન્શી પાસે હતો ત્યારે આરોપી જયરાજ ગોગરા એ ફરીયાદી યુવક પર છરી વડે હુમલો કર્યો હતો અને માથામાં ડાબી બાજુ કાન ઉપર એક ઘા અને હાથ ની આંગળી માં એક ઘા માર્યો હતો તેમજ બન્ને આરોપીઓએ ગળા પર છરી રાખીને જો પૈસા પાછા નહિ આપે તો છરી વડે મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!