Monday, April 29, 2024
HomeGujaratમોરબીમાં ૧૫૦ લીટર દેશીદારૂ સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

મોરબીમાં ૧૫૦ લીટર દેશીદારૂ સાથે એક ઝડપાયો, એકની શોધખોળ

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીમાં કુબેર ટોકીઝ પાછળ પાણીના ટાંકા નજીકથી પ્રકાશભાઇ મહાદેવભાઇ ઇન્દરીયા (ઉ.વ. ૨૪, ધંધો મજુરી, રહે. કુબેર ટોકીઝ પાછળ ધાર ઉપર) વાળાને ૫ લીટરની ક્ષમતાવાળા ૩૦ ફુગાઓમાં દેશી દારૂ ૧૫૦ લીટર (કિં.રૂ.૩૦૦૦/-) સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી દેશી દારૂ અને એમ.આઈ કંપનીનો મોબાઇલ નંગ ૦૧ મળી કુલ રૂપિયા ૪૦૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં શૈલેષભાઇ મૈયાભાઇ ભરવાડ (રહે.વાવડી રોડ) વાળાનું નામ ખુલતા પોલીસે તેને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. મોરબી બી ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!