મોરબીના ન્યુ ચંદ્રેશ સોસાયટી વિસ્તારમાં રહેતી પરિણીતા પોતાના ઘરે હોય ત્યારે અચાનક ચક્કર આવતા ઢળી પડતા બેભાન હાલતમાં તેને હોસ્પિટલ ખસેડતા જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના રાજનગર રોડ ઉપર ન્યુ ચંદ્રેશ સોસાયટીની શેરી નં ૫ માં રહેતા મનિષાબેન જીગ્નેશભાઈ ચંદુભાઈ કડીવાર ઉવ.૩૧ ગઈકાલ તા. ૧૧/૦૨ ના રોજ બપોરના અરસામાં પોતાના ઘરે હોય ત્યારે તેમને અચાનક ચક્કર આવતા ઢાળી પડ્યા હતા જેથી તેમના પતિ જીગ્નેશભાઈ ચંદુભાઈ કડીવાર તેમને બેભાન હાલતમાં મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ આવતા જ્યાં ટૂંકી સારવારમાં મનીષાબેનનું મૃત્યુ નીપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી હતી.