મોરબીમાં વર્લીફીચરનો જુગાર રમતા-રમાડતા શખ્સો અવાર-નવાર પકડાતા હય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી તો હવે એવું લાગી રહ્યું છે કે, લોકો માટે જુગાર રમવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે બે સ્થળોએ દરોડા પાડી જુગાર રમતા-રમાડતા શખ્સોને પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી વાવડી રોડ બાપા સીતારામની મઢુલી પાસે બે ઈસમો વર્લીફીચરનો જુગાર રમી-રમાડી રહ્યા છે. આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ પર રહેતા નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયા નામનો યુવક રોકડ રૂ.૧૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા તેની અટકાયત કરી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયા આકડાઓ લઈને ગાયત્રીનગર સોસાયટી વાવડી રૉડ પર રહેતા કીરીટભાઈ મનજીભાઈ દેત્રોજા પાસે કપાત કરાવી જુગાર રમાડતા હતા, જેને લઈ પોલીસે કીરીટભાઈ મનજીભાઈ દેત્રોજાની શોધખોળ હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસે મોરબી વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી ના નાકા પાસે રેઇડ કરી હતી. કે જ્યાં ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ પર રહેતા પ્રતિકભાઈ મહાદેવભાઈ પરમાર આકડાઓ લઈને ગાયત્રીનગર સોસાયટી વાવડી રૉડ પર રહેતા કીરીટભાઈ મનજીભાઈ દેત્રોજા પાસે કપાત કરાવી જાહેરમાં વર્લીફીચરનો જુગાર રમતો-રમાડતો હતો. જેને લઈ પોલીસે સ્થળ પર રેઇડ કરતા પ્રતિકભાઈ મહાદેવભાઈ પરમાર નામનો શખ્સ રોકડ રૂ.૧૦,૧૨૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાયો હતો. જયારે કીરીટભાઈ સ્થળ પર હાજર નહિ મળી આવતા તેની શોધખોળ હાથ ધરી હતી.