મોરબી જિલ્લામાં માર્ગ પર અકસ્મતાનું ભારણ અટકાવવા તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી વાહનચાલકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવે છે. આમ છતાંય વાહન ચાલકો બેદરકારી દાખવતા હોય જેથી અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આટલું જ નહિ સ્કૂલ વાહનોમાં પણ બાળકોના જીવ જોખમમાં મુકાય તેવી રીતે ઘેટાં બકરાની જેમ બાળકોને ભરવામાં આવે છે. જેને લઈ હવે સ્કૂલ વાહનોમાં બેદરકારીને લઇને મોરબી પોલીસ એક્શનમાં આવી છે.
આજે 13 જૂન, 2024ના રોજથી રાજ્યભરની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યની શરૂ થયું છે. જેને લઈ સ્કૂલ વાહનોમાં બેદરકારીને લઇને મોરબી પોલીસ એક્શનમાં આવી છે. મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ બેદકારી દાખવી વાહન ચલાવતા શખ્સો તથા ઘેટાં બકરાની જેમ બાળકો ભરી લઇ જતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહીના આદેશ અપાયા છે.
જેને લઇ આજે વહેલી સવારે મોરબીના ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સ્કૂલ રિક્ષા, વેન, બસ સહિતના વાહનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અને બેદરકાર વાહનો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.