મોરબી સબજેલમાં નવરાત્રી પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હિન્દૂ મુસ્લિમ 269 કેદીઓએ ગરબે ઘૂમી નવરાત્રી પર ગરબે ઘૂમ્યા હતા જેમાં તમામ કેદીઓએ જેલતંત્રનો આભાર માન્યો હતો.
મોરબીમાં નવરાત્રી પર કોરોના ગાઈડલાઇન પર શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી સબ જેલ ખાતે આજે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી માં ચોથા નોરતા પર તમામ કેદીઓએ ગરબે ઝુમી નવરાત્રી નો આંનદ માણ્યો હતો જેમાં મોરબી સબજેલમાં પાકા અને કાચા કામના 269 જેટલા કેદીઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી અને બાદમાં સાથે ભોજન પણ કર્યું હતું.
આ તકે મોરબી સબજેલના જેલર એલ વી પરમાર દ્વારા આ આયોજન જેલના કેદીઓ માટે નવરાત્રી પર માતાજીની આરાધના કરવા માટે કર્યું હોવાનું જણાવ્યું હતું જેમાં કેદીઓએ માતાજીની આરાધના કરી હતી અને ગરબે ઘૂમ્યા હતા અને તમામ કેદીઓએ કોઈ રાગ દ્વેષ રાખ્યા વિના જ માતાજીની આરાધના પણ કરી હતી. જેમાં પાકા કામના કેદી હિતેશભાઈ દવે દ્વારા જણાવ્યા મુજબ આ આયોજન થી હિન્દૂ મુસ્લીમ બંદીવાન ભાઈએ નવરાત્રીના ચોથા નોરતે ગરબે રમી માતાજીની આરાધના કરી હતી જેમાં તમામ કેદીઓ આ માટે જેલ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો હતો.