Friday, October 18, 2024
HomeGujaratમોરબીમાં શિક્ષકે વિદ્યાર્થીને બેંચમા બેસવા બાબતે ઠપકો આપી માર મારતા મામલો પોલીસ...

મોરબીમાં શિક્ષકે વિદ્યાર્થીને બેંચમા બેસવા બાબતે ઠપકો આપી માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

શિક્ષક એ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ આજના સમયમાં આ ગુરુના કામ પર અનેક વખત આંગળીઓ ઉઠી છે ત્યારે મોરબીમાં  એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નજીવી બાબતે ખાનગી સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને ઢીબેળી નાખ્યો હતો. જેને લઇ વિદ્યાર્થીના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં નાનીબજાર વણકરશેરી પાસે ગ્રીનચોકમાં રહેતા હુશેનભાઇ અબ્બાસભાઇ વેગડીનો દીકરો નિલીકંઠ સ્કુલમાં ધોરણ-૧૨(કોર્મસ) અભ્યાસ કરતો હોય જે સ્કુલમા ફરજ બજાવતા શિક્ષકે સ્કુલ સમય દરમ્યાન ફરિયાદીના દિકરાને કોઈ કારણોસર બેંચમા બેસવા બાબતે ઠપકો આપી ગાલ ઉપર લાફા માર્યા હતા, અને માથાના પાછળના ભાગે ધોલ ધપાટ કરી શારિરીક યાતના પહોંચાડી હતી. જેને લઈ વિદ્યાર્થી એ તેના  પિતા હુશેનભાઇને જાણ કરતા તેમણે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી કલમ-૩૨૩ તથા ધ જુવેનાઇલ જસ્ટીસ (કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન) એકટ ૨૦૧૫ ની કલમ ૭૫ મુજબ ગુનો નોંધાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!