Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં બાઇક ચોરીની મોડી ફરિયાદ નોંધાતા વીમા કંપનીએ વળતર આપવાની મનાઈ ફરમાવતા...

મોરબીમાં બાઇક ચોરીની મોડી ફરિયાદ નોંધાતા વીમા કંપનીએ વળતર આપવાની મનાઈ ફરમાવતા કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

મોરબીના આમરણ ગામે રહેતા નિલેશભાઇ કાસુન્દ્રાનું નવુ મોટર સાયકલ ચોરાઈ જતા તેઓએ પાંત્રીસ દિવસ બાદ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ ચોલા મંડલ વીમા કંપનીએ વીમાનાં રૂપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેને લઈ વીમા ધારક મોરબી શહેર /જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પાસે ફરિયાદ લઈ પહોંચ્યો હતો. જે સમગ્ર કેસ ગ્રાહક અદાલતમાં ચાલતા અદાલતે વીમા કંપનીને વ્યાજ સહીત રૂપિયા આપવા આદેશ કર્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર /જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાં જણાવ્યા અનુસાર, આમરણના વતની હર્ષદભાઇ નિલેશભાઇ કાસુન્દ્રાનું નવુ મોટર સાયકલ ચોરાઇ જતાં ચોલા મંડલ વીમા કંપનીનો વીમો હતો. પરંતુ વીમા કંપનીએ કહેલ કે, તમોએ પાંત્રીસ દિવસ પોલીસ ફરિયાદ મોડી કરેલ એટલે વીમો નહીં મળે. તેથી તે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ કરતાં ગ્રાહક અદાલતે ચોલા મંડલમ ઇન્સ્યુરન્સ કંપનીને રૂ.૩૮,૩૪૨ તા.૦૬/૦૯/૨૦૨૨ થી સાત ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે અને વધારાના રૂ. ૩૦૦૦/- (ત્રણ હજાર) ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે. વીમા કંપનીમાં સાચા ખોટા બાના બતાવીને ગ્રાહકોને વીમો ચુકવતા નથી. પરંતુ ગ્રાહકે પોતાની અન્યાય માટે લડત આપવી જોઇએ ગ્રાહક અદાલતમાં ઝડપી ન્યાય મળે છે. કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય કે છેતરપીંડીનો ભોગ બને તો પ્રમુખ લાલજીભાઇ મહેતાના મં. નં. ૯૮૨૫૭ ૯૦૪૧૨, ઉપ પ્રમુખ બળવંતભાઇ ભટ્ટ – મો. નં. : ૯૩૨૭૪ ૯૯૧૮૫, મંત્રી રામ મહેતા –મો. નં. : ૯૯૦૪૭ ૯૮૦૪૮ નો સંપર્ક કરવા મોરબી શહેર /જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!