મોરબી તાલુકાના ખાનપુરના વતનીએ રિલાયન્સ જનરલ ઇનસ્યોરન્સ કંપની પાસેથી વાહનની પેકેજ પોલીસી લીધેલ હતી. જેમના વાહનનું અક્સ્માત થતાં વીમા કંપનીએ ડ્રાઇવરને ઈજા ન પહોંચી હોવાથી વીમો પાસ કરવાની ના કહેતા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક સાધતા તેમના દ્વારા અદાલતમાં કેસ કરી ગ્રાહકને 1,45,800 નું વળતર અપાવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ખાનપુરના વતની ગિરિરાજસિંહ જાડેજાએ રિલાયન્સ જનરલ ઇનસ્યોરન્સ કંપની પાસેથી વાહનની પેકેજ પોલીસી લીધેલ હતી તેમનું વાહન સંતાનપુર રોડ પર જતું હતું ત્યારે આગળના વાહન ચાલકે એકાએક બ્રેક લગાવતા તેની સાથે અકસ્માત થતાં વાહનને નુકસાન થયેલું તે સમયે ગ્રાહકે વીમા કંપનીના કાગળો પૂરા પાડેલ અને વીમા કંપનીએ જવાબ આપ્યો કે અકસ્માત સમયે ડ્રાઇવરને કોઈ ઇઝા થયેલ ન હોવાથી વીમો ન મળી શકે. તેથી ગ્રાહકે મોરબી શહેર જિલ્લા સુરક્ષા મંડળનો સંપર્ક સાધતા તેમના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કરેલ ત્યારે ગ્રાહક અદાલતે વીમા કંપનીને કહેલ અક્સ્માત સમયે ડ્રાઇવરને લાગવું જરૂરી નથી. આવા કારણોસર ગ્રાહકને વીમો આપવાની ના પાડી શકાય નહીં. અને વીમા કંપનીની સેવામાં ખામી રહેતા ગ્રાહકને 1,35,800 તેમજ 7000 માનસિક ત્રાસના અને 3000 રૂપિયા ખર્ચના એમ મળી કુલ 1,45,800 5/4/21 થી 7% ના વ્યાજ સાથે ગ્રાહક ને ચૂકવવાનો હુકુમ કરેલ છે. ત્યારે ગ્રાહક અદાલતે ગ્રાહક ના હક્કના નિર્ણય કરતા ગ્રાહકે પોતાના હક અને હિત માટે લડવું જોઈએ અને વીમો લેતી વખતે ભરવામાં આવતા તમામ કાગળોની કોપી ગ્રાહકે સાથે રાખવી જોઈએ જેથી કોઈપણ ગ્રાહકને અન્યાય ન થાય તેમ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું હતું. તેમજ કોઈ ગ્રાહકને મુશ્કેલી ઉદભવે તો તેમના મોબાઈલ નંબર 98257 90412 ઉપર સંપર્ક કરવા પણ જણાવ્યું છે.