Monday, January 27, 2025
HomeGujaratમોરબીમાં કાળચક્ર ફરી વળ્યું,એક જ દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા

મોરબીમાં કાળચક્ર ફરી વળ્યું,એક જ દિવસમાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા

મોરબી શહેર તથા તાલુકામાં તેમજ માળીયા(મી)માં ગઈકાલે તા.૨૪/૧૧ના એક જ દિવસમાં અલગ અલગ પોલીસ મથકમાં અપમૃત્યુના પાંચ બનાવોની નોંધ થતા સમગ્ર જીલ્લામાં અરેરાટી પ્રસરી ગયી છે. હાલ પોલીસે પાંચેય અપમૃત્યુ અંગે અ.મોતની નોંધ કરી તપાસનીશ અધિકારીઓ દ્વારા આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

બીજા અપમૃત્યુના બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવકે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નિપજ્યું હતું, બનાવ બાબતે વીસીપરામાં રહેણાંક મકાનમાં ૨૦ વર્ષીય રાજુભાઇ દિનેશભાઇ સોલંકી કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા સારવારમાં સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રાજુભાઈનું મૃત્યુ નિપજતા બી ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.

જ્યારે ત્રીજા બનાવમાં મોરબીમાં ૩૬ વર્ષીય યુવકને ઉલ્ટીઓ થવાને કારણે મૃત્યુ નિપજ્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં લખધીરપુર રોડ ઉપર શક્તિપરામાં રહેતા ભુપતભાઈ અવચરભાઈ વઢરેકીયા ઉવ.૩૬ ને ગઈકાલ રાત્રી દરમિયાન ઉલ્ટીઓ થતા સવારના પરિવારજનો દ્વારા યુવકને બેભાન અવસ્થામાં સરકારી હોસ્પિટલમાં ખસેડતા જ્યાં હાજર ડોક્ટરે જોઈ તપાસી ભૂપતભાઈને મૃત જાહેર કર્યા હતા.

અપમૃત્યુના ચોથા બનાવમાં તાલુકાના નીચી માંડલ ગામે ટાઇલ્સ કટિંગના કારખાનાના લેબર ક્વાર્ટરમાં શ્રમિક પરિવારના ૪ વર્ષીય પુત્રને વીજ શોક લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, પ્રાપ્ત વધુ વિગતો મુજબ મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આવેલ ગુરુકૃપા એન્ટરપ્રાઇઝ ટાઇલ્સ કટીંગના કારખાનામાં કામ કરતા સંજયભાઈ ઠાકોરના ૪ વર્ષીય પુત્ર ભાર્ગવ લેબર ક્વાર્ટરની ઓરડીમાં રમતો હોય તે દરમિયાન કોઈ કારણોસર ભાર્ગવને વીજશોક લાગતા તેને તેમના પિતા સંજયભાઈ દ્વારા સરકારી હોસ્પિટલ મોરબી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ જોઈ તપાસી ડોક્ટર દ્વારા મરણ જાહેર કર્યા હતા. સમગ્ર મૃત્યુના બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતની એન્ટ્રી કરી તપાસ ચલાવી છે.

આ ઉપરાંત અપમૃત્યુના પાંચમા બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ માળીયા(મી)ના ખાખરેચી ગામની સીમ વાયટોન માઈક્રો પાવડરના કારખાને રહેતા મૂળરહે.રનાવા પોસ્ટ કુંવર કોટલી એમપી રાજ્યના વતની સુમિતભાઈ કમલસીંગ મીણા ઉવ.૨૯ ગઈકાલે તા.૨૪/૧૧ના રોજ વાયટોન માઈક્રો કારખાને હાઈડ્રો ક્રેનની સીંલીંગ બાંધી આશરે ૧૦ થી ૧૨ ફુટની ઉંચાઈએ કલર કામ કરતી વખતે અકસ્માતે હાઈડ્રો ક્રેનની સીંલીંગ તુટી જતા નીચે પટકાતા શરીરે ગંભીર ઈજા થતા સુમિતભાઈનું મરણ થયું હતું, મૃત્યુના બનાવ અંગે મૃતકના મોટાભાઈ રાહુલભાઈ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી માળીયા(મી) પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!