Wednesday, November 27, 2024
HomeGujaratમોરબીમાં કાળચક્ર ફરી વળ્યું, એક જ દિવસમાં છ અપમૃત્યના બનાવ નોંધાતા ચકચાર

મોરબીમાં કાળચક્ર ફરી વળ્યું, એક જ દિવસમાં છ અપમૃત્યના બનાવ નોંધાતા ચકચાર

મોરબીમાં ગઈકાલ તા.૨૪/૫ના રોજ જીલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં છ અપમૃત્યુના બનાવની પોલીસ ચોપડે નોંધ કરાઈ હતી. જેમાં ૩ વર્ષના બાળકથી લઈને ૬૨ વર્ષીય વૃદ્ધના અકાળે મૃત્યુ થતા પોલીસે અ.મોતની નોંધ કરી તાપસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

ત્યારે અપમૃત્યુના પ્રથમ બનાવમાં ટંકારાના નેકનામ ગામ નજીક આવેલ ઇડન પોલીપેક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારનો ૩ વર્ષીય રાજકુમાર રોશનકુમાર શાહ ઈડન પોલીપેક કારખાનાની લેબર કોલોની પાસે રમતો હોય તે દરમિયાન ખુલ્લી કુંડીમાં પડી ગયો હતો. જ્યાં કુંડીના પાણીમાં રહેલ કોઈ ઝેરી જાનવર કરડી જતા ૩ વર્ષીય માસુમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ્ર બાબાવ અંગે પોલીસે મૃત્યુની નોંધ કરી આગેકની તપાસ ચલાવી છે.

બીજા બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર રહેતા રાજેશસિંહ અજીતસિંહ ઝાલા ઉવ-૪૩ ગત.તા. ૨૩/૦૫ના રોજ ટંકારા નજીક ખજૂરા હોટલમાં આવેલ પાણીના હોજમાં ન્હાવા પડ્યા હતા ત્યારે કોઈ કારણોસર રાજેશસિંહ હોજના પાણીમાં ડૂબી જતા મરણ ગયેલ હોય જેથી તેમની ડેડબોડી ટંકારા સિવિલ હોસ્પિટલે પીએમ અર્થે લાવતા ટંકારા પોલીસે અ.મોત ની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

જયારે અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના કેશવનગર જીવાપર ગામે ૬૨ વર્ષીય બાબુભાઈ શિવાભાઈ કાલરીયાને ગત તા.૨૧/૦૫ ના રોજ રાત્રીના ૩ વાગ્યે ઉલ્ટી થયા બાદ બેભાન થઇ ગયેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવારમાં તેઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લાવતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજતા સમગ્ર બનાવ બાબતે મોરબી તાલુકા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામું કરી મૃતદેહને પીએમ માટે ખસેડવાની કાર્યવાહી પૂર્ણ કરી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરવામાં આવી છે.

ચોથા બનાવની મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના માકંસાર ગામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવતા વનરાજભાઈ મગનભાઈ ચાવડા ઉવ.૪૮ને મૃત હાલતમાં તેમના પુત્ર દ્વારા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ સહીતની કામગીરી કરવા લઇ આવતા પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે મોરબી તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે આવી ઇન્કવેસ્ટ પંચનામું કરી મૃત્યુ અંગે અ.મોત રજી. કરી તપાસની તજવીજ હાથ ધરી છે.

જયારે પાંચમા અપમૃત્યુના બનાવમાં ભીમસર ગામે ગળેફાંસો ખાઈ ૨૧ વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું હતું. જેમાં મૃતક વિકાસભાઇ રામવિનયભાઇ પાનતાપી ઉવ.૨૧ રહે.ભીમસરવાળાએ રાત્રીના પોણા આઠ વાગ્યાના અરસામા કોઇ કારણોસર ભીમસર ગામની શાળામા ઝાડ પર ગળેફાંસો ખાઇ લેતા તેને મરણ હાલતમા ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવતા બનાવ અંગે સિવિલ હોસ્પિટલ હાજર ડોક્ટરે પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે અ.મોતની નોંધ કરી અકાળે મોત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

છઠ્ઠા બનાવની મળતી માહિતી અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરામાં રહેતા મંજુલાબેન વા/ઓ દુદાભાઇ હિરાભાઇ રાવા ઉવ.૩૫ પોતાના છોકરાને ઠપકો આપતા હોય જે બાબતે પોતાના પતિએ છોકરાઓને ઠપકો આપવાની ના પાડેલ હોય જે બાબતે મંજુલાબેન તથા તેના પતિને બોલાચાલી થયેલ હોય જે વાતનું મનમા લાગી આવતા ગત તા.૨૧/૦૫ના બપોરના દોઢેક વાગ્યાના અરસામા પોતાના ઘરે પોતાની જાતેથી રૂમના છતના પંખામા કપડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતા પ્રાથમિક સારવાર મોરબી ખાનગી હોસ્સ્પીટલ ખાતે લઈ વધુ સારવાર માટે સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે લઈ જતા જ્યા ચાલુ સારવાર દરમીયાન મંજુલાબેનનું મૃત્યુ નિપજતા હોસ્પિટલ પોલીસ ચોકી સ્ટાફે મોરબી એ ડિવિઝનમાં જાણ કરતા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!