મોરબીમાં પતિ અને પત્ની વચ્ચેના ઝગડાઓ આખરે હત્યા જેવા મોટા ગુનાનું સ્વરૂપ લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે પૂર્વ પતિએ મોરબીમાં રહેતી મહિલા અને તેના બીજા પતિના ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં હાલ મહેન્દ્રનગર,આઈ.ટી.આઈ.ની સામે, સત્યમ પાર્ક સોસાયટી.માં રહેતા ભારતીબેન નામની મહિલાએ પ્રેમજીનગર ખાતે રહેતા મહેશભાઈ તુલસીભાઈ પરમાર નામના શખ્સ સાથે લગ્ન કર્યા હતા પરંતુ કોઈ કારણોસર તે બંનેના લગ્ન લાંબો સમય ટક્યા ન હતા અને બંનેએ છુટાછેડા લઈ લીધા હતા. અને મહિલાએ કુલદીપભાઈ પરષોતમભાઈ રાઠોડ નામના શખ્સ સાથે પોતાના બીજા લગ્ન કર્યા હતા. જેને લઈ મહેશભાઈ તુલસીભાઈ પરમારને નહી ગમતા મહિલાના બીજા પતિ કુલદીપભાઈ સાથે ઝઘડો કરવાના ઈરાદે તેઓના ઘરમા પ્રવેશ કરી ફરિયાદી તથા તથા તેના પત્ની ભારતીબેનને ગાળો આપી ફરિયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ અગાઉ પણ તા.૧૫/૧૦/૨૦૨૨ ના રોજ રાતના સમયે કુહાડો લઈ ફરિયાદીના ઘરે જઈ ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ઇપીકો કલમ-૪૪૭,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.