મોરબીના રામચોક ધાર્યા પાસે ઇન્ડિયા ફેમિલી શોપ ની દુકાન ની બાજુમાં તા.15 /6 /2024 ના રોજ રામજીભાઈ ભીમાણી પાસે આવી તેમના દીકરા પાસેથી લેવાના નીકળતાં અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી. જે ફરિયાદીએ આપવાની ના પાડતા આરોપી હાર્દિક કૈલા, હરેશ ગઢવી અને અન્ય બે શકશો સાથે મળી ફરિયાદીને ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો હતો જે બાબતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મોરબીના રામચોક ઢાળીયા પાસે બોસ ઇન્ડિયા ફેમેલીશોપની દુકાન ની બાજુમાં તા. 15/ 6/ 2024 ના સાંજના સાડા ચાર વાગ્યા આસપાસ આરોપી હાર્દિક જીતુભાઈ કૈલા ફરિયાદી રામજીભાઈ ભીમાણી પાસે આવી ફરિયાદીના દીકરા મિલન પાસેથી અઢી લાખ રૂપિયા આરોપીને લેવાના નીકળતા હોય જે ફરીયાદીએ આપવાની ના પાડતા આરોપી હાર્દિક જીતુભાઈ કૈલા અને હરેશ ગઢવી જેમ ફાવે તેમ ઢીકા પાટુનો મુંઢમાર માર માર્યો અને આરોપી હાર્દિકે લાકડાનો ધોકો લઈ ફરિયાદીને જમણા પગના સાથળના ભાગે માર્યો જ્યારે અન્ય બે અજાણ્યા આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદીને શરીરના ભાગે જેમ ફાવે તેમ માર મારી ઈજા કરી હતી. આરોપી હાર્દિકે જાનથી મારી નાખવાની ધમકી આપતા ચારેય શખ્સ વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે…