Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં ઘર કંકાસને કારણે પતિએ જીવ દીધો:બાવળની ડાળીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાધો

મોરબીમાં ઘર કંકાસને કારણે પતિએ જીવ દીધો:બાવળની ડાળીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાધો

મોરબી-૨ ના શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાસે ઝુપડામાં રહેતા ૩૫ વર્ષીય ઇસમને ગત તા.૧૧/૦૧/૨૦૨૪ ના રોજ ઘરે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા ઘરેથી આવેશમાં આવી નીકળી જતા તા. ૧૪/૦૧/૨૦૨૪ ના રોજ પોતે પોતાની મેળે વીડીમાં બાવળના ઝાડની ડાળી સાથે કાળા કલરની ચુંદડી વળે ગળેફાસો ખાઇ લેતા આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પાલડી ગામના મૂળ વતની અને મોરબી-૨ ના શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાસે ઝુપડામાં રહેતા ૩૫ વર્ષીય હમીરભાઇ બાજુભાઇ લુવારીયાને ગત તા.૧૧/૦૧/૨૦૨૪ ના રોજ ઘરે બન્ને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા ઘરેથી આવેશમાં આવી નીકળી જતા તા. ૧૪/૦૧/૨૦૨૪ ના ૦૫:૦૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતે પોતાની મેળે વીડીમાં બાવળના ઝાડની ડાળી સાથે કાળા કલરની ચુંદડી વળે ગળેફાસો ખાઇ લેતા આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેની જાણ માળીયા ફાટક પાસે સી એન જી પંપની બાજુમાં ઝુપડામાં રહેતા મનસુખભાઇ બાજુભાઇ લુવારીયાએ કરી હતી. જેની જાણ કરાતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!