Thursday, December 26, 2024
HomeGujaratમોરબીમાં વીમા કંપનીએ ગ્રાહકને વિમો આપવાની ના પાડતા મામલો પહોંચ્યો કોર્ટમાં :...

મોરબીમાં વીમા કંપનીએ ગ્રાહકને વિમો આપવાની ના પાડતા મામલો પહોંચ્યો કોર્ટમાં : કોર્ટે રૂપિયા વ્યાજ સાથે આપવા આદેશ કર્યો

મોરબી ઉદ્યોગીક શહેર છે. જેથી અહીં વસતા લોકો મોટી સંખ્યામાં વીમો લેતા હોય છે. પરંતુ ઘણીવાર વીમા કંપની વીમાના રૂપિયા લઈ પછી વીમાની નીકળતી રકમ આપવામાં આનાકાની કરતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં ગ્રાહકને વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતા ગ્રાહકે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફત વીમા કંપની સામે કેસ કરી પોતાની રકમ પરત મેળવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના જણાવ્યા અનુસાર, મોરબીના વતની કમલેશભાઇ દુર્લભજીભાઇ વીડા (બહુચર ડેરી વાળા)એ એ.બી. ઇન્સ્યોરન્સ બ્રોકર પ્રા.લી., બી.એમ. એ. વેલ્થ કિએરર્સ લી., એકસાઇડ લાઇફ ઇન્સ્યોરન્સમાં વીમો ઉતરાવેલ હોય અને વિમા કંપનીએ વિમો આપવાની ના પાડતા ગ્રાહકે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. ગ્રાહકની પાસેથી વીમા કંપનીએ એવું કહેલ કે દર વર્ષે પચીસ હજાર દશ વર્ષ સુધી ભરસો તો સારો લાભ મળશે અને ચાર વર્ષનું પ્રિમીયમ રૂ. ૧,૦૦,૦૦૦/- ભરસો તો ત્રીજા વર્ષે તમારા બાળકની ફી વીમા કંપની તરફથી આપવામાં આવશે. ગ્રાહક કમલેશ દુર્લભજીભાઇ એક સાથે ચાર વર્ષની રૂ.એક લાખ ભરીને પોલીસી લીધી પરંતુ દર વર્ષે પચીસ હજારને બદલે વીમા કંપની કહે હવે દર વર્ષે એક લાખ ભરો. જેથી ગ્રાહકે વીમા પોલીસી રદ કરવાનું કહી રકમ પરત આપવા કહ્યુ પણ વીમા કંપનીએ ના પાડતા કેસ કોર્ટમાં ચાલી જતા વીમા કંપનીઓને ગ્રાહકને રૂ. ૮૦,૦૦૦/- છ ટકાના વ્યાજ સાથે કેસ દાખલ તારીખ ૧૭/૧૨/૨૦૨૦ થી તથા વીસ હજાર અન્ય ખર્ચના ચુકવવાનો ગ્રાહક અદાલતે હુકમ કર્યો છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!