પંચાસર રોડ સહિતના અનેક વિસ્તારોમાં રાત્રે ૨-૩ વાગ્યે લાઈટો છેલ્લા બે દિવસ થી લાઈટો ગુલ થાય છે ત્યારે આજે પણ બપોરના સમયે અચાનક લાઈટ ગુલ થતાં જી ઈ બી માં ફોન કરવામાં આવ્યો હતો જેમાં ૦૬:૦૦ વાગ્યે લાઈટ આવવાનું જણાવાયું છે ત્યારે આ રીતે કોઈ પણ જાતની અગાઉથી સૂચના આપ્યા વગર અવાર નવાર આવી ગરમી માં ૨-૩ કલાક નો વીજ કાપ નાખીને વીજ તંત્ર શું સાબિત કરવા માંગે છે એ સમજાતું નથી કેમ કે એકાદ બે મહિના અગાઉ મોરબીમાં લગભગ બધા વિસ્તારોમાં આઠ આઠ કલાક વીજ કાપ મૂકીને રીપેરીંગ કરવામાં આવ્યું હતું ત્યારે હજુ પણ લાઈટો ગુલ થાય છે તો અગાઉ રીપેરીંગ થયું છે કે રીપેરીંગ તો થયું છે પણ તંત્ર ને નાગરિકો ની ઊંઘ ઉડાડી ને આનંદ આવે છે એ સમજાતું નથી આજે રવિવાર નો દિવસ છે મોટાભાગના લોકો ઘરે હોય છે ત્યારે આ પ્રકાર ની અચાનક આવી પડેલી અગવડતા નો લોકો સામનો કરી રહ્યા છે અને જ્યારે પણ લાઈટ જવાનું કારણ પૂછવામાં આવે છે ત્યારે હમેશા રીપેરીંગ નુ બહાનું આગળ ધરી દેવામાં આવે છે ત્યારે અગાઉ રીપેરીંગ માટે આઠ આઠ કલાક વીજકાપ મૂકીને કાઈ કામ કર્યું છે કે નથી કર્યું એ પણ એક સવાલ ઊભો થાય છે.